માંડવી

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ માંડવી તાલુકાના લાડકુવાગામ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો

‘સ્વચ્છતા હી સેવા-2024’ના અભિયાનની શરૂઆત સમગ્ર રાજયમાં થઈ ચુકી છે. જે અંતર્ગત સુરત જિલ્લામાં પણ અનેક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, એન.જી.ઓ. સાથે મળીને જનજન સુધી સ્વચ્છતાનો સંદેશો પહોચવાના ધ્યેય સાથે ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ની થીમ જનભાગીદારી સાથેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ માંડવી તાલુકાના લાડકુવા ગામ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

માંડવી તાલુકાના લાડકુવા ગામ ખાતે સફાઇ અભિયાન અંતર્ગત આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ સહિત પદાધિકારી-અધિકારીઓએ સાફ-સફાઇ કરી હતી. ઉપસ્થિત સૌએ સ્વચ્છતા શપથ ગ્રહણ કર્યા હતા. ત્યાર બાદ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું કે, સફાઇ અભિયાનએ જન આંદોલન છે જેમાં આપણે સૌએ પોતાનું યોગદાન આપવું પડશે. અભિયાનની શરૂઆત આપણા પોતાના ઘરથી કરવી પડશે. પ્લાસ્ટિકના ઉપયોગના સ્થાને કાપડની થેલી ઉપયોગ કરવો જોઈએ. દરેક લોકોએ કાપડની થેલીનો જ ઉપયોગ કરવા અને અભિયાનમાં જોડાવા માટે રાજ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ દિલિપ ચૌધરી, જિલ્લા પંચાયતના સભ્ય રોહિતભાઇ પટેલ, માંડવી પ્રાંત અધિકારી કૌશિકભાઇ જાદવ, મામલતદાર એફ.બી.વસાવા, તા.વિકાસ અધિકારી રિતેશ સોલંકી, અગ્રણી દિનેશભાઈ પટેલ, સામાજિક કાર્યકરો, વિવિધ વિભાગના અધિકારી-પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રજાજનો હાજર રહ્યાં હતા.

Related Articles

Back to top button