ડાંગ

Good Governance in Dang: ડાંગમાં તા.23 ઓક્ટોબરના રોજ તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને તાલુકાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે આગામી તા.23/10/2024ના રોજ સવારે 11:00 વાગ્યાથી શરૂ કરીને, લોકો તરફથી મળેલ ફરિયાદ કે પ્રશ્નોનું નિવારણ થાય ત્યાં સુધી “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં યોજવામાં આવનાર છે. નિયત કાર્યક્રમ મુજબ આહવા તાલુકાનો કાર્યક્રમ કલેક્ટર કચેરી, આહવાના સભાખંડમા નાયબ જિલ્લા વિકાસ અધિકારી, આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને, વઘઇ તાલુકાનો કાર્યક્રમ તાલુકા સેવા સદન-વઘઇ ખાતે જિલ્લા પૂરવઠા અધિકારી, આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને, અને સુબીર તાલુકાનો કાર્યક્રમ તાલુકા સેવા સદન-સુબીર ખાતે પ્રાંત અધિકારી, આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને યોજાશે.

જેથી તાલુકાની જનતાને પોતાની ફરિયાદ કે પ્રશ્નો તા.10/10/2024 સુધીમા સંબંધિત કચેરીઓને બારોબાર મોકલી, તેની એક નકલ સંબંધિત મામલતદાર, આહવા/વઘઇ/સુબીરને મોકલી આપવા જણાવાયું છે. ન્યાયની કોર્ટમા ચાલતા વિવાદ, મહેસુલી કોર્ટને લગતા પ્રશ્નો, સબ જ્યુડીશીયલ પ્રશ્નો, તથા નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમા લક્ષમા લેવામા આવશે નહી. જેની પણ અરજદારોને નોંધ લેવા અનુરોધ કરાયો છે. અરજદારોએ એક જ પ્રશ્ન, સંપૂર્ણ વિગતો સાથે સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરોમા રજૂ કરવાનો રહેશે. રજૂ કરવામા આવનાર પ્રશ્નોના કવર ઉપર “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.23/10/2024” એમ અચૂક લખવા પણ જણાવાયું છે. ઉપરાંત ફરિયાદ નિવારણ કાર્યક્રમના દિવસે અરજદારને ઉક્ત જણાવેલ સ્થળે સમયસર અચૂક હાજર રહેવા પણ એક અખબારી યાદી દ્વારા જણાવાયું છે.

Related Articles

Back to top button