તાપી

તાપી જિલ્લામાં પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો તાલુકા અને જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરાયું

પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો તાલુકા અને જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ નું આયોજન કરાયું છે. જે અન્વયે તાપી જિલ્લામાં નવેમ્બર -24નો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી 27મી નવેમ્બર, બુધવાર તથા જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 28મી નવેમ્બર ગુરુવારના રોજ યોજાશે.

27 નવેમ્બરે નિઝરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, નિઝર ખાતે , વાલોડ તાલુકામાં ડીડીઓના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાલોડ ખાતે, ડોલવણમાં પોલીસ અધિક્ષક, તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ડોલવણ ખાતે, ઉચ્છલ તાલુકામાં જિલ્લા પ્રાયોજના વહિવટદાર સોનગઢના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે, સોનગઢમાં ડાયરેકટર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી સોનગઢ ખાતે, વ્યારામાં પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે, કુકરમુંડામાં પ્રાંત અધિકારી નિઝરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કુકરમુંડા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. જયારે તાપી જિલ્લા માહે. નવેમ્બર -24 જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.28.11.24 ગુરુવારના રોજ કલેક્ટર કચેરી તાપી ખાતે યોજાશે. અરજદારોના પ્રશ્નો અંગે સંબંધિત કચેરી અને અધિકારીનો સંપર્ક કરવા છતાં અને નિયમિનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતા નિવેડો ન આવેલ હોય તેવી સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ 10/11/24 સુધીમાં તાલુકા મામલતદારને સમય મર્યાદામાં સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે.

Related Articles

Back to top button