તાપીરાજનીતિ

તાપી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મહત્વના ઠરાવ પસાર

વર્ષ 2024-25 નું કુલ રૂ. 1490 કરોડ 05 લાખ 19 હજાર 885નું અને રૂ. 545 કરોડ 61 લાખ 944 હજાર 485 પુરાંતવાળું અંદાજપત્ર માત્ર 1 કલાકમાં મંજૂર કરવામાં આવ્યું

તાપી જિલ્લામાં યોજાયેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મહત્વના ઠરાવો પસાર કરવામાં આવ્યા. તાપી જિલ્લા પંચાયતનું વર્ષ 2024-25 નું સુધારેલ અને 2025-26 નું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું, જે કુલ રૂ. 1490 કરોડ 05 લાખ 19 હજાર 885નું છે. આમાં રૂ. 545 કરોડ 61 લાખ 944 હજાર 485 પુરાંતવાળું બજેટ છે, જે માત્ર 1 કલાકમાં મંજૂર કરવામાં આવ્યું.

એક રાષ્ટ્ર, એક ચૂંટણીનો ઠરાવ સર્વસંમતિથી મંજૂર

સામાન્ય સભામાં “એક રાષ્ટ્ર, એક ચૂંટણી”નો ઠરાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો. આ ઠરાવ અંતર્ગત લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવા માટેની માંગ ઉઠાવવામાં આવી. આ પગલાને સમય, સંસાધન અને વહીવટી ખર્ચમાં બચત માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

વિરોધ પક્ષે મનરેગા યોજના અને રેતી માફિયા પર પ્રશ્નો ઉઠાવ્યા

વિરોધ પક્ષના નેતા સિદ્ધાર્થભાઈ ચૌધરીએ વ્યારા તાલુકામાં મનરેગા યોજનામાં માલસામાન માટેની ટેન્ડર પ્રક્રિયા, એજન્સીઓની સંખ્યા, કામોની સંખ્યા અને ચૂકવણાની નિયમિતતાને લઈને સવાલો ઉઠાવ્યા. તેમણે પૂછ્યું કે ટેન્ડરની મુદત પૂરી થઈ ગયા બાદ પણ કોઈ એજન્સીને ચૂકવણું કરાયું છે કે કેમ? જો કરાયું હોય તો જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યા છે કે કેમ?

તેમજ ભીલાભાઈ ગામીતે મનરેગા માટેની ટેન્ડર પ્રક્રિયાની પારદર્શિતા અને જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા ટી.એસ.પી ગ્રાન્ટ હેઠળ કેટલા કામો માટે ટેન્ડર પ્રક્રિયા અને વર્ક ઓર્ડર અપાયા છે તે અંગે માહિતી માંગેલી.

શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે મોટા નિર્ણય


📌 જિલ્લા પંચાયત છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે ગ્રાંટમાં વધારો

  • રૂ. 1200ની નિભાવ ગ્રાંટમાં રૂ. 300 નો વધારો કરી રૂ. 1500 કરી દેવામાં આવ્યો
  • કુલ 51 લાખની નવી જોગવાઇ

📌 કૃષિ અને પશુપાલન ક્ષેત્રે રૂ. 37.08 લાખની જોગવાઇ

  • જિલ્લા પંચાયત સંચાલિત સીડ ફાર્મ માટે આધુનિક સાધન ખરીદી અને સુવિધાઓ
  • 35 લાખ ખર્ચના આયોજન

📌 વિકાસ માટે રૂ. 125 લાખની જોગવાઇ

  • ખેતી અને અન્ય નવીન પ્રોજેક્ટ માટે પ્રેરણા પ્રવાસ યોજવા રૂ. 15 લાખ મંજૂર

આ સામાન્ય સભામાં તાપી જિલ્લાના વિકાસ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા, જેમાં શૈક્ષણિક અને કૃષિ ક્ષેત્રે જોગવાઈઓ સાથે-સાથે નાગરિક પ્રશ્નોને ઉકેલવા માટે વિપક્ષે જોરદાર પ્રશ્નોત્તરી કરી.

Related Articles

Back to top button