સ્ટોન કવોરી એસોસિયેશન રાજયવ્યાપી હડતાળને તાપી જિલ્લામાં પણ મળ્યું સમર્થન

ગુજરાત સ્ટોન ક્વોરી ઉદ્યોગ ગઈકાલથી બંધ થતાં વિકાસના કામો પર અસર પડવાના એંધાણ સર્જાયા છે. જેમાં કવોરી ઉદ્યોગ દ્વારા તેઓના પડતર પ્રશ્નો ને લઈ તાપી જિલ્લા સ્ટોન ક્વોરી એસોસિયેશનએ આજથી હડતાળ કરવામાં આવી છે.
તાપી જિલ્લા સહિત રાજ્યમાં કવોરી સાથે સંકળાયેલા ક્વોરી ઉદ્યોગકારો ગઈ કાલથી હડતાળ પર ઉતરી ગયા છે. જેમાં તેઓની અલગ અલગ માંગો ને લઈ હડતાળ પર જતા વિકાસના ના કામો બંધ થયા છે. ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી ના પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાય ના જણાવ્યા મુજબ દ્વારકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ક્વોરી ઉદ્યોગકારો એ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો. જે નિર્ણય અંતર્ગત કવોરી ઉદ્યોગકારો હડતાળ પર ઉતરી ગયા છે.
જેમાં ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા ઈ,સી ના કારણે 60 ટકા કવોરી બંધ કરાવવામાં આવી છે. જેના ટેકામાં કવોરી ઉદ્યોગકારો હડતાળ પર ઉતરી ગયા છે. સાથે તેઓની માંગ છે કે ગૌણ ખનિજમાં ઈસી નહિ હોવી જોઈએ અને સરકારમાં લેખિતમાં જે મુદ્દા આપવામાં આવ્યા છે એ મુદ્દાનો ઉકેલ લાવવાની બાંહેધરી સરકાર લેખિતમાં આપે જેમાં રોયલ્ટી ની વિસંગતા દૂર કરવા જેવા કેટલાક પડતર પ્રશ્નો ને લઈ હડતાળ પર ઉતરી ગયા છે. જે માંગ નહિ સંતોષાય ત્યાં સુધી હડતાળ પર રેહવા અંગે જણાવ્યુ હતું.
રાજ્યની સ્ટોન ક્વોરીમાં હડતાળ હોવાથી મજૂરો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે ત્યારે સ્ટોન ક્વોરી ને પણ હડતાળ દરમિયાન હજારો કરોડ રૂપિયાનું ટર્નઓવર પર માંથી અસર પડી શકે છે.




