ભાવનગર
ટીમ મોદી સપોર્ટ સંઘ દ્વારા ગોહિલ પ્રદ્યુમનસિંહની ભાવનગર જિલ્લા યુવા પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી

પ્રાપ્ત માહિતી અનુસાર ટીમ મોદી સપોર્ટર સંધ દ્વારા ગોહિલ પ્રદ્યુમનસિંહની ભાવનગર જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે તેમણે જણાવ્યું કે, માનનીય પ્રધાનમંત્રી શ્રીની જન કલ્યાણકારી યોજનાઓને જન જન અને ઘર ઘર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવાનું જણાવ્યું હતું અને સંગઠનને આગળ વધારવા અને મજબૂત કરવા પૂરેપૂરું યોગદાન આપવાનું પણ જણાવ્યું હતું.
ટીમ મોદી સપોર્ટ સંઘમાં ગોહિલ પ્રદ્યુમનસિંહની ભાવનગર જિલ્લા યુવા પ્રમુખ તરીકે નિમણુક જે સંઘના રાષ્ટ્રીય યુવા પ્રમુખ પરેશ વઘાસિયા, ગુજરાત યુવા પ્રદેશ પ્રમુખ હિતેશ કોશિયા, ગુજરાત યુવા મહિલા પ્રમુખ ભદ્રિકાબેન ગાંધી દ્વારા આ જવાબદારી સોપી નિમણૂક કરવામાં આવી હતી. જેથી ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં મજબૂત સંગઠન કરી નિષ્ઠાપૂર્વક આ જવાબદારી નિભાવવાની માહિતી આપી છે. આમ સમાજમાં ગૌરવની લાગણીઓ વરસાઇ રહી છે.
