માંડવી
માંડવી તાલુકાની નોગામા સહકારી મંડળીની 99મી વાર્ષિક સભા મળી

ધી નૌગામા વિભાગ મોટા કદની સેવા સહકારી મંડળીની 99મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન કરીને 100માં વર્ષ માં પ્રવેશ કર્યો હતો. સભાનાં પ્રમુખ તરીકે મિતલ ચૌધરી વરણી કરવામાં આવી તેમજ વાર્ષીક હિસાબો અને સરવૈયું મંડળીનાં મંત્રી મુકેશભાઈ ડી ચૌધરી વડે રજૂ કરવમાં આવ્યું, પ્રમુખ છીબાભાઇ મોહનભાઇ પટેલ તેમજ ઉપ પ્રમુખ પ્રતાપભાઈ છોટુભાઈ ચૌધરી તેમજ કમિટી સભ્યો સભાસદો અને ખેડૂતો હાજર રહી એજન્ડા મુજબના તમામ કામોની બહાલી આપવામાં આવી હતી.




