માંગરોળ

માંગરોળ ગેંગરેપમાં કેસમાં આરોપી અને મોટરસાઇકલ માલિકને વોઇઝ સ્પેક્ટ્રોગ્રાફી માટે લઇ જવાયા

ગત 8 ઓક્ટોબરના રોજ માંગરોળ તાલુકાના મોટાબોરસરા ખાતે થયેલી ગેંગરેપની ઘટનામાં ગેંગરેપને અંજામ આપ્યા બાદ રાજુ વિશ્વકર્માએ મોટરસાઈકલના માલિક તનવીર સાથે મોબાઈલ પર વાતચીત કરી હોય. જે રેકોડિંગ તનવીરે કર્યું હોવાથી પોલીસે પુરાવા તરીકે કબજે લીધુ હતું. જે રેકોડિંગના આધારે પોલીસે તન્વીર અને રાજુને ગાંધીનગર એફએસએલ ખાતે વોઈસ સ્પ્રેક્ટ્રોગ્રાફી કરવા માટે લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે.

મોટાબોરસરા સગીરા પર ગેગપેરની ઘટનામાં સુરત ગ્રામ્ય પોલીસની સીટની ટીમ ગુનાની તપાસ કરી રહી છે. એક પછી એક પુરાવા એકત્રીત કરી પોલીસ આરોપી વિરુદ્ધ મજબૂત ચાર્જસીટ રજૂ કરવા માટે કાર્યવાહી કરી રહી છે. આ તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ત્રણે આરોપીએ સગીરા સાથે ગેંગરેપ કર્યો હતો અને ત્યારબાદ રાજુ વિશ્વકર્મા અને મોટરસાઈકલના માલિક તનવીર સાથે મોબાઈલ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન રાજુએ કબૂલાત કરી હતી કે ત્રણે જણાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે.

પોલીસ તપાસ કરી રહી હતી તે દરમિયાન મોટરસાઈકલને આધારે તનવીર સુધી પહોંચી હતી અને તે દરમિયાન પોલીસે તનવીરના મોબાઈલમાંથી આ રેકોડિંગ કબજે કર્યું હતું. જે રેકોડિંગના ટેકનિકલ પુરાવા તરીકે ઉપયોગ કરવાનો હોય. રાજુ અને તનવીરના વોઈસ સ્પેક્ટ્રોગાફીની જરૂર હોય. કોર્ટે વોઈસ સ્પક્ટ્રોગ્રાફીની મંજૂરી આપતાં ગાંધીનગર એફએસએલમાંથી મુદત મળતાની સાથે રાજુ અને તનવીરને ગાંધીનગર લઈ ગયા હતાં. આરોપી રાજુ વિશ્વકર્મા અને મોટરસાઇકલ માલિકના સેમ્પલ મેળવી મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

મોટરસાઇકલ માલિકે આરોપીનું રેકોર્ડિંગ કર્યુ હતું

ગેંગરેપની ઘટના થઈ હોય. મોટરસાઈકલ માલિક પોતે ફસાઈ જશે તેવી તેને આશંકા જતાં તનવીરે રાજુ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી તે દરમિયાન રાજુએ તનવીરને કહ્યું હતું કે તંુ તારી મોટરસાઈકલ ત્યાંથી લઈ બીજી જગ્યાએ મુકી દે જે અમે ત્યાં દુષ્કર્મ કરીને આવ્યા છે. તનવીરે આ સમગ્ર વાત મોબાઈલમાં રેકોડિંગ કરી દીધી હતી. રાજુ ગુનાઇત ઈતિહાસ ધરાવે છે. તેણે દુષ્કર્મ આચર્યું છે પોતે ફસાઈ જશે તેવી તનવીરને આશંકા હોવાથી તેમણે આ રેકોડિંગ કરી લીધુ હતું.

સગીરાના પ્રેમીનું કોર્ટ સમક્ષ પોલીસે નિવેદન લીધું

સગીરા સાથે દુષ્કર્મ કર્યાનું રાજુએ મોટરસાઇકલ માલિકને ફોન પર જણાવ્યંું હતું. વોઈસ સ્પેક્ટ્રોગાફીની જરૂર હોય. કોર્ટે વોઈસ સ્પક્ટ્રોગ્રાફીની મંજૂરી આપતાં ગાંધીનગર એફએસએલમાંથી મુદત મળતાની સાથે રાજુ અને તનવીરને ગાંધીનગર લઈ ગયા હતાં. આરોપી રાજુ વિશ્વકર્મા અને મોટરસાઇકલ માલિકના સેમ્પલ મેળવી મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

મોટાબોરસરા ગેંગરેપ પ્રકરણમાં ભોગ બનનાર સગીરાનો પ્રેમી યુવક કે જેમણે આ ઘટનામાં પોલીસ ફરિયાદ આપી છે. પોલીસે પ્રેમીનું કોર્ટ સમક્ષ 164 મુજબ નિવેદન લીધુ હતું. જે મજબૂત પુરાવા રૂપે સાબિત થશે.

Related Articles

Back to top button