માંડવી-સુરત (અરેઠ) થઇ જતી બસ ખુલ્લા દરવાજા સાથે જતી હોવાનું કેમેરામાં કેદ થયું
ડ્રાઇવર-કંડક્ટરે મુસાફરો વચ્ચે મેં... મેં... તું.... તું... જેવા શબ્દોમાં કર્યા આક્રોશ.

માંડવીથી સુરત જતી વાયા અરેઠ થઈ સવારે 8 : 40 ના અરસામાં ઉપડતી બસમાં મુસાફરો બેસી રહ્યા તેવામાં અચાનક અરેઠ સ્ટેશનથી બસ ઉપાડી દીધી હતી. હજુ મુસાફરો બસમાં ચડી રહ્યા હતા અને મુસાફરો હજુ તો બસમાં લટકેલા હતા. તેવામાં અચાનક બસ ઉપાડી દેવામાં આવી હતી. સ્ટેશનથી બસ ઉપાડ્યા પછી મુસાફરો તરફથી બુમાબુમ કરતા સ્ટેશનથી થોડે દૂર બસ થોભાવવામાં આવી હતી. ત્યારબાદ બસ ડ્રાઇવર બસ સાઈડમાં ઉભી રાખી. ડ્રાઇવર સીટ પરથી ઉતરીને પેસેન્જરો પાસે આવ્યા હતા. અને કંડકટર સાથે બેઉ મળીને મુસાફરો સાથે તું.. તું.. મે.. મે.. કરતા જણાય આવ્યા હતા. ત્યારબાદ ઊભેલી બસમાં મુસાફરોને બસ કંડકટર દ્વારા બેસવાની સૂચના અપાતા તમામ મુસાફરો અંદર ચડી ગયા હતા.
ચાલુ બસે દરવાજો ખુલ્લો રહી જવા પામ્યો હતો. તેમજ મુસાફરો લટકેલા દેખાઈ આવ્યા હતા. આમ બસ ડ્રાઇવરોની બસનો દરવાજો બંધ ના કરાયો હોવા છતાં બસ ડ્રાઇવરે બસ ચલાવીએ મુસાફરોનો જીવ જોખમમાં લાવી દીધો હતો. દરવાજો બંધ થયા પછી જ ગાડી હંકારવી એ કંડકટરના ફરજોમાં આવતું હોય, ત્યારે આવી ભૂલને કારણે ક્યારેક લોકોના જીવ પણ ગુમાવવાના થાય છે.
રોડ સેફ્ટી ઓથોરિટી, વાહનોના અકસ્માત ઓછા થાય તેમજ વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકાય તેવી કામગીરી કરી રહ્યું હોય, ત્યારે તેનાથી ઊલટું થઈ રહ્યું છે. ત્યારે આવી રીતે ગફલત ભરી હંકારતા ડ્રાઇવરો સામે શિસ્ત ભંગના પગલા ભરી યોગ્ય પગલાં ભરવા સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.




