તાપી

વાલોડ પાસે બેટમાં ફસાયેલા પશુઓને આખી રાત હોકારો આપ્યા બાદ મળસ્કે બચાવી લેવાયા

વાલોડ ખાતે કોર્ટથી દોડકિયા તરફ જતા માર્ગ ઉપર આવતા બેટ વિસ્તાર દીપલીમાં અચાનક પાણી વધી જતા 45 પશુઓ અને પાંચ પૈકી બે ગોવાળો બેટ પર ફસાયા હતા. હેલિકોપ્ટરની મદદ લઈને એર લિફ્ટ કરીને બે ગોવાળોને બચાવી લેવાયા બાદ પશુપાલકો આખી રાત હોકારો આપતા રહ્યા હતા અને સવારે પાંચ કલાકે બહાર આવ્યા હતા. કોર્ટથી દોડકિયા ખાતે જતા માર્ગ પર વાલ્મિકી નદીના પટના વચ્ચે બે ભાગ પડતા આ વિસ્તારને દીપલી તરીકે ઓળખાય છે. તે સ્થળે પશુઓને ચારવાની જગ્યા મોટી હોય 5 પશુપાલકો 45થી વધુ પશુઓ લઈ ચરાવા માટે ગયા હતા.

વાલ્મિકી નદીમાં ઉપરવાસમાં પડેલ વરસાદને કારણે ઘોડાપુર આવતા માત્ર 10 મિનિટમાં એકાએક પાણી વધી જતા 5 પશુ પાલકો નદીની વચ્ચે પડેલ બેટમાં ફસાઈ ગયા હતા, જેમાંથી 3 પશુ પાલકો નદીના ધસમસતા વહેણ જોઈ બહાર નીકળી આવ્યા હતા. જ્યારે બે ગોવાળને કોસ્ટગાર્ડ ગાર્ડના હેલિકોપ્ટર મદદથી એર લિફ્ટ કરી બચાવાયા હતા.

બીજી તરફ, 45 ભેસોનું રેસ્ક્યુ કરી શકાયું ન હતું. રાત્રિના સમયે પશુપાલકો આલાભાઇ ભુલાભાઈ, અજીતભાઈ રાજુભાઈ, ભવનભાઈ સુરાભાઈ તથા યુસુફભાઈ પઠાણ આ પશુપાલકો રાત્રીના સમય દરમિયાન નદી કિનારે 21 પીર દરગાહ પાસે બેસી રહી પશુઓને હોકારા આપી રહ્યા હતા. મળસકે પાંચ કલાકે પાણી ઓછા થતા પશુપાલકો દ્વારા પશુઓને બોલાવવાના હોકારા બોલતા 39 ભેસો નદીમાંથી નદી કિનારે બહાર આવી હતી, જ્યારે ત્રણ બેટ પર રહી જતા પશુપાલકો પૈકી કમલેશભાઈ ડોડીયા નદીમાંથી કરીને કિનારે પહોંચ્યા હતા. ત્રણ ભેંસો ત્યાંથી લઈ આવ્યા હતા, બાકીની બે ભેસો તણાઈ ગઈ હતી, જે પૈકી એક મોરદેવી ગામથી તથા એક દોડકિયાથી મળી આવતા પશુધન સહી સલામત પશુપાલકો પાસે પહોંચી ગયું હતું.

Related Articles

Back to top button