સોનગઢ તાલુકાના નિંદવાડા થી ઉકાઈ તરફ જવાના રસ્તાની હાલત ગંભીર : અકસ્માત થાય તો જવાબદાર કોણ ? માર્ગ મકાન વિભાગ કે વાહન ચાલક

ફેદરિયા ચોકડીથી ઉકાઈ તરફ જવાના રસ્તા પર સોનગઢ તાલુકાનું નીંદવાડા ગામ આવેલું છે નીંદવાડા પાસેથી ઉકાઈ તરફ જવાના રસ્તાની હાલત ગંભીર હોય, સદર રસ્તો થોડા થોડા અંતરે ખાડા ખાબોચિયા થી ખદબદે છે. સદર રસ્તા પર જાણે પાણીની ગરમીથી ડામર મટીરીયલ પીગળી ગયું હોય તેમ ઈ -ટેકનોલોજી અને હાઈફાઈ, અને ડિજિટલ ગુજરાતમાં નીંદવાડા થી શેરૂલા તરફ જવાનો રસ્તો થોડા થોડા અંતરે ખાબોચિયા થી ખદબદે છે. શું ?. વિકાસશીલ સરકાર પ્રજાના શરણે ક્યારે આવશે ?. જ્યારે પ્રજા આ રસ્તા પર ઉતરે સામેથી વાહનો આવતા હોય ત્યારે તેની પિચકારીઓથી નજીકમાંથી જતા માણસોએ રસ્તા ના ગંદા પાણીથી નાહી લેવું પડે છે. શું માર્ગ મકાન વિભાગ તરફથી આ રસ્તા પરનું પાણી નિકાલ કરવામાં કેમ આવતું નથી ? . સદર રસ્તા પર થોડા થોડા અંતરે ખાડાઓના રૂપે ભ્રષ્ટાચાર ના ખાડાઓ ખદ બદે છે. આ રસ્તા પરથી અવર જવર કરનાર શાળા / કોલેજીયન/ સ્ટુડન્ટ વગેરે વિદ્યાર્થીઓ જ્યારે પસાર થતા હોય અને તેવામાં અચાનક મોટા વાહનો આવી જાય ત્યારે પાણીની પિચકારીઓથી તમામના કપડાઓ ભીના થઈ જતા હોય છે. એના લીધે વિદ્યાર્થી ઓ પણ ગેરહાજર હોઈ શકે છે. આમ વિદ્યાર્થીઓના ભણતર પર પણ ખૂબ મોટી અસર પડે છે.
જ્યારે ડિજિટલ જમાનામાં માર્ગ મકાન વિભાગ તાપીની આ રસ્તાએ ઊંઘ બગાડી છે. પ્રથમ વરસાદે ડામરને પીગળાવી નાખ્યો છે. ત્યારે સ્થાનિક પ્રજા જણાવી રહી છે કે આ રસ્તા પરનું પાણી માર્ગ મકાન વિભાગ તરફથી સાઈડમાં નિકાલ કરવામાં આવે. અને રસ્તે ચાલતા રાહદારીઓને સલામતી મળી રહેવા પામે. તેમજ સદર રસ્તા પરના ખાડા ખાબોચિયા તાત્કાલિક ધોરણે ડામર પિચિંગ કરાવે. તેવી ત્યાંના સ્થાનિક લોકોની ઉગ્ર માંગ થવા પામી છે.



