તાપી

કુકરમુંડાનાં મોરંબા ગામે વર્ષ 2011/2012માં અંદાજિત 13 લાખથી પણ વધુનું બાંધકામ 11 વર્ષ થયા છતાં હજુ પણ અધૂરું

કુકરમુંડાનાં મોરંબા ગામ ખાતે મનેરેગા યોજના અંતર્ગત આશરે વર્ષ 2011/2012મા અંદાજિત 13 લાખથી પણ વધુના ખર્ચે રાજીવ ગાંધી ભવનનું મકાન બનાવવા માટે મંજૂરી આપવામા આવેલ છે. આ ગામમાં રાજીવ ગાંધી ભવનના મકાનનું બાંધકામ કરવા માટે એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી. જોકે એજન્સીએ જે તે સમયે મકાનનું બાંધકામની કામગીરી શરૂ કરી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ મકાનનું બાંધકામ જ અધૂરું છોડીને એજન્સી રફ્યુંચક્કર થઇ ગઈ છે. જેથી છેલ્લા ઘણા વર્ષોથી મોરંબા ગામે લાખોના ખર્ચે બની રહેલ આ રાજીવ ગાંધી ભવનના મકાનનું બાંધકામ અધ્ધરતાલ જોવા મળી રહ્યું છે.

બીજી તરફ મકાનનું બાંધકામ છેલ્લા ઘણા વર્ષોથી બંધ હોવાના કારણે અધૂરું બાંધકામવાળું મકાન હાલ ઝાડી ઝાંખારામા ફેરવાયું છે. મળતી માહિતી મુજબ મોરંબા ગામની પ્રાથમિક શાળાના કેમ્પસમા સરકાર દ્વારા મનેરેગા યોજના હેઠળ રાજીવ ગાંધી ભવનનું મકાન બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામા આવેલ છે. અને જે મકાન બનાવવામાં માટે એજન્સીને કામગીરી સોંપવામા આવી હતી. પરંતુ ઘણા વર્ષો વીતી જવા છતાં પણ હજુ સુધી એજન્સી દ્વારા આ મકાનનું બાંધકામની કામગીરી પૂર્ણ કરેલ નથી. ઉલ્લેખનીય એ છે. કે, લેભાગુ એજન્સી દ્વારા રાજીવ ગાંધી ભવનના મકાન બનાવવા માટે મંજૂર થયેલ રકમ માંથી અંદાજિત 70 ટકાથી પણ વધુ રકમ ઉપાડીને જે મકાનનું બાંધકામ અધ્ધરતાલ મુકી એજન્સી જ રક્યુચક્કર થઇ ગયેલ છે.

Related Articles

Back to top button