ડાંગ

ડાંગના પિપલપાડામાં બનતી પ્રાથમિક શાળાની હોસ્ટેલની કામગીરી વિવાદમાં

ડાંગ જિલ્લાના પિપલપાડા ગામે બની રહેલ પ્રાથમિક શાળાની હોસ્ટેલની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. આ કામગીરી દરમિયાન બીમ નીચે તિરાડો દેખાતા તેની ગુણવત્તા સામે અત્યારથી જ સવાલો ઉઠવા માાંડ્યા છે. ડાંગ જિલ્લા પંચાયત હસ્તકનાં શિક્ષણ વિભાગમાં આવતાં સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્ટ માંથી આહવા તાલુકાનાં પિપલપાડા (પો.ગલકુંડ) ગામે સરકારે રૂ.2 કરોડની ગ્રાન્ટમાં એક માળની હોસ્ટેલ બાંધવા માટે ફાળવવામાં આવ્યાં હતાં જેનું કામ એજન્સી કરી રહી છે. એજન્સી દ્વારા મકાનનાં બાધકામમાં વપરાતી મટિરીયલના ગણુવત્તા સામે અત્યારથી જ સવાલો ઉઠવા માંડ્યા છે. હોસ્ટેલ બિલ્ડીંગની દિવાલમાં મસમોટી તિરાડ પડી છે. ડાંગ જિલ્લાનાં પિપલપાડા ગામ માં શાળાનાં બાળકો માટે બનેલ બે કરોડની બિલ્ડીંગમાં બિમ નીચે તિરાડો પડતા ચર્ચાનો વિષય બન્યો છે. આ બિલ્ડીંગમાં બાળકો રહેનાર હોય વધુ ચિંતાનો વિષય બન્યો છે. આ સ્થિતિમાં જવાબદાર સરકારી તંત્ર અહીં થઇ રહેલ કામગીરીની ચકાસણી કરી પગલા લેશે કે નહીં તે આગામી સમયમાં જોવું રહ્યું. કામ બરાબર થતું નથી કામ બરાબર કરવાં માટે કોન્ટ્રાકટરને ઘણીવાર સુચનાં આપી છે. તેમ છતાં એ ખરાબ કામ કરે છે. શાળાનાં મુખ્ય શિક્ષકને પણ વારંવાર સુચનાં આપી હતી કે આપણા ગામનાં બાળકોનાં માટે જ કામ આવશે માટે યોગ્ય કામ કરવું જોઈએ. તેમ છતાં કોન્ટ્રાકટર ગાઠતો નથી.> મયનાબેન બચુભાઈ બાગુલ, અધ્યક્ષ, આરોગ્ય સમિતિ, ડાંગ જિલ્લા પંચાયત

યોગ્ય બાંધકામ કરતા નથી અમો તથા ગામનાં લોકો વારંવાર કોન્ટ્રાકટરને સુચના અને ફરીયાદ કરી હતી, તેમ છતાં તેઓ યોગ્ય બાંધકામ કરતા નથી.> જીતેન્દ્રભાઈ ગાયકવાડ, માજી તાલુકા સદસ્ય, આહવા તાલુકા

Related Articles

Back to top button