માંડવી

માંડવીના ખોલવાડ પાસે તાપી નદીમાંથી વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળ્યો

સુરત જિલ્લામાં ખોલવડ ખાતે તાપી નદીમાંથી એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાની ઓળખ કરવા સહિતની દિશામાં તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં ખોલવડ તાપી નદીમાં એક મહિલાની તરતો મૃતદેહ જોવા મળ્યો હતો. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મહિલાની લાશને તાપી નદીમાંથી બહાર કાઢી હતી. મહિલાની ઉમર આશરે 65 થી 70 વર્ષની છે. મૃતક મહિલા કોણ છે અને ક્યાંની રહેવાસી છે તે હાલ સામે આવ્યું નથી. પોલીસે મહિલાની લાશનો કબજો મેળવીને મૃતક મહિલા કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button