નવસારી

દાંડી બીચના શૌચાલય અને બાથરૂમના દરવાજા જાળવણીના અભાવે તૂટી જતા બિનઉપયોગી

નવસારીનું દાંડી આઝાદીના ઇતિહાસમાં અતિમહત્વનો ભાગ ધરાવે છે, પણ સુવિધાના નામે સરકાર હોય કે સ્થાનિક તંત્ર હંમેશા અન્યાય જ કરવામાં આવ્યો છે. દાંડીમાં સામાન્ય દિવસોની સાથે રજાના દિવસોમાં હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. જેઓને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.

બીચ પર પ્રાથમિક સુવિધા તો ઉભી કરવામાં આવી છે પણ તેની જાળવણી કરવામાં આવતી નથી. નવસારીના દાંડી સહેલાણીઓ માટે હરવા-ફરવાનું સ્થળ છે. રજા અને તહેવારના દિવસોમાં હજારોની સંખ્યામાં સહેલાણીઓ બીચની મજા માણવા આવતા હોય છે. બીચ પર આવતા સહેલાણીઓ માટે પ્રાથમિક સુવિધાઓ તો ઉભી કરવામાં આવી છે પણ યોગ્ય ધ્યાન ન આપવાને કારણે સુવિધાઓનો પુરતા પ્રમાણમાં વપરાશ કરી શકાતો નથી.

સહેલાણીઓ માટે શૌચાલય અને દરિયામાંથી બહાર આવી સ્વચ્છ થવા માટે બાથરૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે પણ તેમાંથી કેટલાકના દરવાજા તુટી જવા પામ્યા છે. જેના કારણે તેનો વપરાશ થઇ શકતો નથી. પગથિયાના સળિયા દેખાવા લાગ્યા બીચ પરના પગથિયાના સળિયા પણ દેખાવા લાગ્યા હોવા છતાં તેની મરામત માટે તંત્રને કોઇપણ પ્રકારની કામગીરી કરી નથી.

Related Articles

Back to top button