નર્મદા

નાંદોદના ઢોચકી ગામે નાળું છેલ્લા એક વર્ષથી તૂટેલું હોવા છતાં તંત્ર ગાઢ નિંદ્રામાં

નાંદોદના ઢોચકી ગામ પાસેથી પસાર થતી ખાડી ઉપર બનાવવામાં આવેલું નાળું છેલ્લા એક વર્ષથી તુટેલી હાલતમાં હોવાથી લોકોને અવર-જવર કરવામાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. નાળાની વચ્ચોવચ મોટો ભૂવો પાડ્યો હોય જીવલેણ ભૂવા પર સ્થાનિકો દ્વારા લાકડા ઈંટો પત્થરો મૂકી સરખું કરી જીવના જોખમે અવર-જવર કરવા મજબૂર છે. નાળું તૂટી જતા લોકોને નામલગઢ થી 40 થી 50 કિલો મીટરનો ફેરાવો ફરવો પડે છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેના પહેલા રિપેર થાય એવી માંગ ઉઠી છે.

નાંદોદના ઢોચકી ગામ પાસેથી પસાર થતી ખાડી ઉપર બનાવવામાં આવેલ નાળુ લગભગ છેલ્લા એક વર્ષથી બિસમાર હાલતમાં હોય નાળાની વચ્ચોવચ મસમોટું ગાબડું પડ્યું હોય આ નાળુ લોકોની અવરજવર માટે વાહનોની અવરજવર માટે ભયજનક બન્યું છે. ખોઝલવાસાથી નેત્રંગ તરફ અને જેતપુર તેમજ આમલી તરફ જતા લોકો આ નાળાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે નાળુ બિસમાર હાલતમાં મુકાતા તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અને જો નાળું તાત્કાલિક ધોરણે બનાવવામાં ના આવે તો છેલ્લે ડાઈવર્ઝનની બનાવી આપવાની પણ માંગ લોકોમાં ઉઠી રહી છે.

આ માર્ગ ઉપર મોવીથી જેતપુર ખાપચીપાડાના લોકોને અવર-જવર માટે ભારે તકલીફ પડી રહી છે. 108 જેવી અત્યંત જરૂરી સેવાઓ કે જે બીમાર લોકોને અવર-જવર કરવા માટે ભારે ઉપયોગી થઈ પડે છે તે સેવાઓથી પણ લોકો વંચિત રહેતા હોય છે નાળું તૂટી જતા લોકોને નામલગઢ થી 40 થી 50 કિલો મીટરનો ફેરાવો ફરવો પડતો હોય ને લોકોને ભારે મુસીબતો ઉઠાવવી પડતી હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નાળાની વચ્ચોવચ માસમોટું ગાબડું પડેલું હોય ને લોકોએ અંદર પથરા મૂકી અને હાલ અવરજવર કામ ચલાઉ રીતે કરી રહ્યા છે જે જીવના જોખમે હોય જેથી તાત્કાલિક ધોરણે આ નાળાનું સમારકામ થાય કે ડાયવર્ઝન કરાય ની માંગ લોકોમાં ઉઠી રહી છે.

Related Articles

Back to top button