નર્મદા
ડેડીયાપાડા તાલુકાના મોસીટ ગામના જંગલમાં આવેલ ધામણખાડી પાસે છકડો રીક્ષા પલટી ખાતા ચાલકનું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતના પ્રથમ બનાવ રીક્ષાચાલક રવિન્દ્રભાઈ મંગાભાઈ વસાવા, કુડી આંબા પોતાની રીક્ષા અતુલ છકડામાં મુસાફરો બેસાડીને પસાર થઈ રહ્યો હતો. ત્યારે મોસીટ ગામના જંગલમાં આવેલ ધામણખાડીથી આગળ પહોંચતા પોતાની રીક્ષાને ગફલતભરી રીતે હંકારતા રીક્ષા પલટી ખાઈ હતી. જેથી અકસ્માતમાં રીક્ષાચાલક રવિન્દ્ર મંગાભાઈ વસાવાને ગંભીર ઈજા થતાં તેનુ અકસ્માત સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર નિતેશકુમાર સહિત અર્જુન વસાવા ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતના આ ગુનામાં ડેડીયાપાડા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


