નર્મદાના બોરિદ્રા ગામની પ્રાથમિક શાળાને ‘મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા’ બનાવનાર શિક્ષકને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

નર્મદા જિલ્લાના અંતરિયા ગામ બોરિદ્રાની પ્રાથમિક શાળાને મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવનાર શિક્ષક અનિલ ગુરુજીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રોજેક્ટમાં બાળકોને પ્રાર્થનામાં પર્યાવરણનું મહત્વ સમજાવી પ્લાસ્ટિક મુકત શાળા બનાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. પોતાના ઘરે પાણીની 10 કે 20 રૂપિયાની આવે છે તે નકામી બોટલમાં શાકભાજી લાવી તેવું નકામું પ્લાસ્ટીક, પડીકા, અન્ય પ્લાસ્ટીક ભરી શાળામાં લાવવા લાવવા બાળકોને સજાવવામાં આવ્યા હતા. જે બાળક વધુ બોટલ લાવે તેવા ત્રણ બાળકને પેન અથવા અન્ય ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા જેને કારણે બાળક મોબાઈલ માંથી નીકળી પ્રોજેક્ટ કરતો થયો છે સાથેજ વાલીઓ પણ જોડાયા છે અને પ્લાસ્ટીક પેન ઓછું થઈ રહ્યું છે વાલીઓ શાકભાજી કાપડની થેલીમાં લાવવાનું સમજી રહ્યા છે.
જોકે આ શાળામાં 300 ઉપર પ્લાસ્ટિકની બોટલ ભેગી કરેલ બોટલને રી સાયકલમાં આપી કુંડા બનાવવા અથવા બગીચામાં શણગારમાં ઉપયોગમાં લેશે બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક અનિલ ગુરુજી દ્વારા આ પ્રોજેક્ટ શાળામાં હાથ ધરવામાં આવ્યો છે. શાળાના 117 બાળકો 6 શિક્ષકોના સહકાર થી 1016 પ્લાસ્ટીકની બોટલ ભેગી કરી છે. મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા પ્રોજેક્ટ અંતર્ગત ગામમાં લોક જાગૃતિ રેલી કાઢી હતી 916 જેટલા ગ્રામજનો સુધી પ્લાસ્ટીક મુક્ત શાળા પ્રોજેક્ટ નો સંદેશ ફેલાવ્યો હતો. જે બાબતે આશાળાને એવોર્ડ આપવામાં આવ્યો છે.




