તુમડાંવાડી ગામના કોટવાલ લોકો દર વર્ષે પોતે ભારે કષ્ટથી રસ્તો બનાવે છે.વિવિધ વિષયે ઉચ્ચ લેવલેથી આદેશ છતાં સ્થાનિક ડેડીયાપાડા તાલુકા લેવલેથી ઠપ્પ
તુમડાંવાળી ગામ પર આજુબાજુના ગામોના આગેવાનોની જમીન મેળવવા ચક્રવયુહ,તે કારણે તેમની દખલગીરીથી તાલુકા લેવલેથી વહીવટીતંત્રની લાપરવાહી

તુમડાંવાળીનું લોકેશન ગુગલ, આધારકાર્ડ પર પણ મૌજુદ પણ આગેવાનોની દરમ્યાનગીરીથી વહીવટીતંત્ર નોન-રેવન્યું ગામ ગણે છે ?
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં આદીમજૂથની વસ્તી કોટવાડીયા – ગોવાલ લોકોની ૭૪૦ જેટલી વસ્તી ધરાવતું ગામ છે. અને ગામ જુનું જ છે.પરંતુ કેટલીક વાર જંગલ ખાતાની દરમયાનગીરીથી સળગાવી દઈ,ગામને ઉજાડ કરવાની કોશિશો ઘણીવાર ભુતકાળમાં થઇ છે. અને આ ગામનું ગુગલ પર,આધારકારડોમાં અને ભારતના રાજપુત્રમાં ઈકકો સેન્સેસટીવ ઝોનમાં પણ સરકારે તુમડાંવાળી ગામનું લોકેશન અક્ષાંશ – રેખાંશ પોઈન્ટ દર્શાવી પબ્લિકેશન કરવામાં આવ્યું હતું.
અને ગામને હજુ સુધી કોઈપણ જાતની વિકાસકીય સવલતો કરવામાં વહીવટીતંત્ર આનાકાની કરી રહ્યું છે.તુમડાંવાળી ગામવાસીઓએ તા.૮/૬/૨૦૨૩ ના રોજ ગ્રામસભા યોજવા બાબતે ૧૫ દીવસ અગાઉ તેની જાણ સરકારના ૧૫ જેટલાં ડિપાર્ટમેન્ટોને કરી હતી.અને ગ્રામસભામાં હાજર રહેવા સુચન કર્યું હતું.પરંતુ તેમાં ફકત આરોગ્ય અને વન ખાતાના અધિકારીઓ સિવાય કોઈ સ્થાનિક પ્રતિનિધિઓ કે સરકારના અન્ય ખાતાના અધિકારીઓ હાજર રહ્યાં ન હતાં.આ ગ્રામસભામાં ૨૪૭ જેટલી હાજર સંખ્યાથી સરકારમાં વિવિધ જાતની સમસ્યાઓ હલ થાય તે ઠરાવો કરી સરકારમાં મોકલ્યાં હતાં. અને ગામમાં હજુ સુધી આંગણવાડી, સ્કુલ, આરોગ્યની સેવાઓ,વિજળી, પાણી જેવી અન્ય સુવિધાઓની શરૂઆત કરી નથી.અને આ તમામ સમસ્યાઓ માટે ગામવાસીઓએ પંચાયતથી લઈ ગાંધીનગર સુધીના વિવિધ ખાતાઓમાં રજુઆતો વારંવાર કરી છે.છતા હજુ સુધી તેમના રેશનકાર્ડ,મતદાન ઓળખ કાર્ડ થી વંચિત છે.ઉમરપાડા તાલુકાના પશુપાલન અર્થે આવેલ થોડાં સમય વર્ષો પહેલાં આવેલ લોકો માટે સરકારે ગામનો દરજ્જો આપી સરકારની તમામ પ્રાથમિક સુવિધાઓ કરી આપી હોય તો તુમડાંવાળી ગામવાસીઓ પર સરકાર કેમ ધ્યાન આપતી નથી.તેવાં વૈધક સવાલો ગામ લોકો અને વૈચારિક વિચાર આગેવાનો માંડી રહ્યાં છે.
નર્મદા જિલ્લામાં તુમડાંવાસીઓ ભૂતકાળમાં સૌથી લાંબુ સતત કલેકટર ઓફિસ-નર્મદા ખાતે આ તમામ બાબતે આંદોલન કોટવાડીયા-ગોવાલ લોકોનું છે. વિશેષ તુમડાંવાડી ગામનું પુનર્વશન માટે ઉચ્ચ ખાતાઓમાંથી થયેલ છે.પરંતુ સ્થાનિક લેવલેથી વહીવટીતંત્રને કેટલાંક તાલુકાના સ્થાનિક આગેવાનોની દખલગીરીથી કશી કાર્યવાહી થતી નથી.કારણે મળતી માહિતી મુજબ તુમડાંવાડી ગામના આજુબાજુના સાગબારા-ડેડીયાપાડા તાલુકાના આગેવાનોની વ્યુહરચના એ છે.કે.તુમડાંવાડી ગામવાસીઓને.હેરાન પરેશાન કરી ભગાડી મુકવામાં આવે તો તુમડાવાડી ગામ વિસ્તાર હસ્તગત થાય એવી માનસિકતાથી તુમડાવાડી ગામવાસીઓને સહકાર આપવાને બદલે વહીવટીતંત્રને ગેરમાર્ગે દોરવણી કરે છે.તે કારણે તુમડાવાડી ગામના પ્રશ્નો બાબતે નિરાકરણ ન આવવાનું મુખ્ય ફેકટર ભાગ ભજવી રહ્યું છે.




