અનેક ગામોની કેન્દ્ર ગણાનારું નિઝરના વેલ્દા ટાંકી ત્રણ રસ્તા પાસે જાહેર શૌચાલયનો અભાવે મુસાફરોને પરેશાની

તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલ વેલ્દા ટાંકી ત્રણ રસ્તા એ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના બોર્ડર વિલેજોનું કેન્દ્ર રહ્યું છે. ત્યાંથી અનેક વાહનો અને મુસાફરો આવન-જાવન કરે છે. પણ આ જાહેર જગ્યા પાસે આજ દિન સુધી વર્ષોથી જાહેર શૌચાલયનો અભાવ જોવા મળી રહ્યો છે. આ ત્રણ રસ્તા પાસે જાહેર શૌચાલયના અભાવે સ્થાનિકો લોકો તેમજ મુસાફરો આજુબાજુમાં આવેલા ખુલ્લા ખેતરોમાં શૌચ કરવા માટે મજબુર બને છે. રોજના ત્રણ રસ્તા ઉપર આવનાર મુસાફરો તેમજ ચાહ, નાસ્તા સહીતના લારી ગલ્લાઓ ચલાવનાર સ્થાનિક લોકો માટે આ ત્રણ રસ્તા પાસે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે જાહેર શૌચાલયની સુવિધા ઉભી કરે તેવી માગ સ્થાનિકો, મુસાફરો, તેમજ વાહન ચાલકોમાં ઉઠી છે.
તાપીનાં ઉચ્છલ નિઝર સ્ટેટ હાઇવે ઉપર નિઝર તાલુકાના વેલ્દા ટાંકી ત્રણ રસ્તા ઉપરથી રોજના રાત-દિવસ ગુજરાત સહીત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ રાજ્યમાંથી મોટી સંખ્યામાં વાહન વ્યવહારનું અવર – જવર ચાલુ રહે છે. જેમાં આ ત્રણ રસ્તા ઉપર આવતા રોજના હજારોની સંખ્યામાં વાહન ચાલકો, મુસાફરો, તેમજ સ્થાનિકો લોકો માટે સ્થાનિક જવાબદાર તંત્ર દ્વારા જાહેર શૌચાલયની સુવિધા ઉભી કરેલ નથી. ત્રણ રસ્તા પાસે જાહેર શૌચાલય ન હોવાના કારણે લોકો ખુલ્લા ખેતરોમાં શૌચ કરવા જવા માટે મજબુર બનતા હોય છે.નિઝર તાલુકાના ગામડાઓમાં સહીત અનેક સ્થળો ઉપર જવાબદાર તંત્ર દ્વારા જાહેર શૌચાલયોની સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે. પરંતુ વેલ્દા ટાંકી ત્રણ રસ્તા ઉપર રોજના હજારોની સંખ્યામાં આવતા મુસાફરો, વાહન ચાલકો સહીતના લોકોઓ માટે જાહેર શૌચાલયની સુવિધા જ કરાઈ નથી.
એ તો કેટલું યોગ્ય કહેવાય, આ ત્રણ રસ્તા ઉપર જાહેર શૌચાલયના અભાવે લોકો સહીત મુસાફરો અને વાહન ચાલકોને ખુલ્લામાં શૌચ કરતા હોવાથી જાહેર શૌચાલય બનાવવા અંગે સ્થાનિકો દ્વારા જવાબદાર તંત્રને વારંવાર મૌખિક રજુઆત કરવામાં આવતી હોય છે. તેમ છતાં આ ત્રણ રસ્તા પાસે જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું નથી. તાપી માંનિઝરના વેલ્દા ટાંકી ત્રણ રસ્તા પાસે જાહેર શૌચાલયનો અભાવે મુસાફરો અને સ્થાનિકો ખુલ્લામાં શૌચ કરવા મજબુર બન્યા.




