કેવી વિટંબણા? આપ પાર્ટીના ઉમેરવારને જીતાડવા મેહનત કરી, એમના બિલના કારણે રોજીરોટી ગઈ અને એજ નેતાના હાથે માર ખાધો.
લોકપ્રતિનિધિએ લોકોની માન્યતાઓ અને હીતોની રજુઆત કરવાને બદલે રજુઆત કરનાર નેજ લોકપ્રતિનિધિએ રજુઆત કરનારને ઢોર મારમાર્યો.

એક બનાવ પછી બિજો બનાવની શાહી સુકાતી નથી. ત્યાંજ નર્મદા જિલ્લાના જિલ્લા પોલીસ વડા ડીએસપી કચેરીએ બિજી ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં એક હોટલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ધારાસભ્ય તેમજ સાથી કાર્યકર્તાનું ચુંટણી વખતનું અટકેલ બિલ અટકવાને કારણે હોટલમાંથી રોજી ગુમાવી છતાં ધારાસભ્ય ચૈતર વસાવાને લોકસભાની ચુંટણીમાં વાગરા અને ભરૂચ બાજુ જઈ જીતાડવા તનતોડ કરી અંતે હોટલના બિલના પુછપરછ બાબતે અંતે ધારાસભ્ય તથા તેમના સાથીઓએ ઢોર મારમાર્યો નો આરોપ લગાડ્યો છે.
પ્રાપ્ત માહિતીનુસાર નર્મદા જિલ્લાના જિલ્લા પોલીસ વડાને કરેલ ફરિયાદ ના ફરિયાદી શાંતિલાલ ડેબાભાઈ વસાવા રહે.સામરપાડા(થપાવી) તા.ડેડીયાપાડા જિ. નર્મદા ની હકીકત તા.૧૮/૯/૨૦૨૪ એવી રજુ કરવામાં આવેલ છે.કે, ફરિયાદી શાંતિલાલ ડેબાભાઈ વસાવા ડેડીયાપાડાના નિગટ ગામ પાસે શિવમ પાર્કમાં મેનેજમેન્ટ કરી હોટલ ચલાવતો હતો. તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને તેના કાર્યકર્તાઓ હોટલમાં જમણવાર કરવા આવતા હતાં. તે જમણવારનું બિલ કુલ રૂપિયા ૧,૨૮,૭૨૦ થી વધુ હોવાનું જણાવે છે. તે બિલ અટકી જતાં ફરિયાદી શાંતિલાલ વસાવા ધારાસભ્ય ચૈતર વસાવાને વારંવાર ટકોર કરતો હતો. પરંતું ફરિયાદી શાંતિલાલનો ફોન ધારાસભ્ય રીસીવ કરતા નહોતા. અને આ અટકેલ બિલના કારણે શાંતિલાલ વસાવાને હોટલમાંથી રાજકીય બાબતે કાઢી મુકતાં રોજગાર પણ છીનવાઈ ગઈ હતી. છતા પણ ફરિયાદ શાતિલાલે લોકસભાની ચુંટણીમાં ચૈતર વસાવાને જીતાડવા વાગરા અને ભરુચ બાજુ તનતોડ મેહનત કરી હતી. પણ પોતાના પરિવારનો બોજો વધતાં શાતિલાલે તા.૧૬૯/૨૦૨૪ બિજા ફોન પરથી ધારાસભ્ય ચૈતર વસાવાને ફોન કરતાં ફોન રીસીવ કર્યો. પણ ફરિયાદીએએ પણ ગુસ્સામાં ગાળો પણ બોલ્યો એ વાત કરી તેની કબુલાત ફરિયાદ કરે છે. તેથી ધારાસભ્ય ઉશ્કેરાઈ જઈ ચૈતરભાઈ વસાવા ગેરકાયદેસર મંડળી બનાવી ૧૦-૧૫ ગાડીઓ લઈને ફરિયાદ શાંતિલાલ વસાવાના ઘરે આવી ચડી ધારાસભ્ય ચૈતર વસ્તુએ ગુસ્સામાં લાતોથી મારવા લાગેલા અને પછી તેમની સાથે આવેલ તમામ સાથીઓ પણ મારવા લાગેલા તે શાંતિલાલ ના ઘરના આંગણામાં જ ખુબ જ માર મારેલો જેમાં લાતો અને ગુસ્સે ભરાઈ મારવા વાળા ગાજરગોટાના ધર્મેશ (ધમો), સિંગલવાણ ના માજી તા.પં. પ્રમુખ માધુસિંગ,બોગસ ગામના જીતુભાઈ ચથા તથા શિવરામભાઈ,કોયલીવાવના ધમાભાઈ અને બાકીનું તમામ ટોળું હતું. તે દેખાદેખી ફરિયાદી ઓળખે છે. તે વખતે શાંતિલાલ ના ઘરે તેમની પત્નિ,પુત્ર અને પુત્રી હાજર હતાં.તે તમામ સામે આવેલ દુકાન પાસેના CCTV ફુટેજ માં હોવાનુ જણાવેલ છે. તે ઢોર માર માર્યોના કારણે શાંતિલાલ વસાવાએ સારવાર હાંસોટ ખાતે કરાવેલ છે. અને હજુ પણ પેટમાં સાઈડમાં દુ:ખાવો થવાનુ જણાવે છે. પરંતુ જે બનાવ બન્યો છે તે બાબતની તમામ પુષ્ટિ પોલીસ તપાસને અંતે જાણવા મળશે.
આ તમામ હકીકત ફરિયાદના આધારે છે. પરંતુ આ ફરિયાદમાં માડેલી ઘટના સત્ય હશે, તો એ લોકપ્રતિનિધિ શબ્દ ની વ્યાખ્યાની સરેઆમ કતલ છે. અને ચુંટણીમાં જે મતદારોએ જંગી પાવર આપેલ છે. તેનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ. તેનાથી લોકપ્રતિનિધિ સભાન હોવો જોઈએ. અને પાવરનો ઉપયોગ કરતાં ના આવડે તો લોકોએ પાવર આપવો પણ ન જોઈએ. લાખ કામો સારા કરશે પણ એક કામ ગરીબ પર અત્ચાર થશે તો તમામ કામો પાણી માં વહી જશે. અને લોકપ્રતિનિધિ લોકોની માન્યતાઓ અને હીતોનુ રજુઆત કરવા પાવર સોપે છે. પણ તે પાવર આપનાર નેજ પાવર બતાવવું એ લોકશાહીનું મર્ડર છે.




