અંકલેશ્વર જતી બસના ધાંધિયાં, નોકરિયાતોને મુશ્કેલી

રાજપીપળા એસટી ડેપોમાં બગડતી બસોની યોગ્ય મરામત નહિ થતા અવાર-નવાર રસ્તમાં કેટલીક બસો અધવચ્ચે બગડતા ટિકિટ લઈને બેઠેલા મુસાફરો અટવાઈ છે. અને સમયસર નોકરીના ઠેકાણે કે અન્ય જગ્યા પર નહિ પહોંચતા ખર્ચ કરેલું ભાડું બગડે છે. રાજપીપળા ડેપોથી સવારે 6 વાગે અંકલેશ્વર માટે જતી બસ સોમવારે ઉપડી પરંતુ ગુમાનદેવ સુધી પહોંચતા ત્યાં બ્રેક ડાઉન થતા અંદર બેઠેલા ઘણા નોકરિયાત વર્ગના મુસાફરો સમયસર નોકરી પર નહિ પહોંચતા ભાડું બગાડી પરત ઘરે આવવા મજબૂર બન્યા હતા, બાદ બીજા દિવસે એટલે કે મંગળવારે રાજપીપળાથી તેના નિયત 6 વાગ્યાના સમયે પ્લેટફોર્મ પર નહિ મૂકાતા મુસાફરોએ પૂછપરછ કરી તો આવશે તેવો જવાબ મળ્યો પરંતુ આ બસ મંગળવારે પણ ઘણી મોડી ઉપાડતા નોકરિયાત વર્ગ સમય સાચવી શકે તેમ નહિ હોવાથી પરત ઘરે આવ્યા હતા.
આમ રાજપીપળા ડેપોમાંથી ઉપડતી કેટલાક જરૂરી રૂટની બસોની યોગ્ય મરામત થતી નથી તો એ થાય અથવા આવા રૂટ પર કોઈ સારી બસો મુકાઈ તેવી મુસાફરો ની માંગ છે. રાજપીપળાથી અંક્લેશ્વર તરફ જતી બસ સોમવારે અધવચ્ચે બ્રેક ડાઉન થઈ અને મંગળવારે સવારે સમય કરતા ઘણી મોડી ઉપડતા નોકરિયાતો અટવાયા હતાં.



