માંડવી
માંડવી સ્ટ્રીટ લાઇટના ઉભા કરાયેલા પોલની કામગીરીમાં વેઠિયાવાડ
કાર અકસ્માતમાં થતા ખુલ્લી ગઈ પોલમ પોલ

નગરપાલિકા દ્વારા કાકરાપાર અણુમથકના સહયોગથી સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી હાથધરવામાં આવી હતી, જે દરમિયાન એજન્સીની કામગીરીમાં લાપરવાહીથી નિર્દોષ મજૂરોને કરંટ પણ લાગ્યોહતો, ત્યારબાદ ગઈકાલે રોડની બાજુમાં ઊભા કરાયેલા પોલ સાથે એક કાર ચાલકે પોતાની કાર અથડાવી દેતા પોલ ધરાશય થઈ ગયો હતો. સામાન્ય કાર અકસ્માતમાં પડી ગયેલા પોલથી કરવામાં આવેલી કામગીરીમાં ઉતારેલી વેઠ જાણે બહાર આવી ગઈ હતી. બીજા ઉભા કરાયેલા થાંભલાનું પણ આ પ્રમાણે જ તકલાદી ભર્યું કામ ક્યારેક જીવલેણ પર સાબિત થઈ શકે એમ હોય ત્યારે ઊભા કરાયેલા પુલની મજબૂતી અંગે તપાસ કરીકામની મજબૂતાઈ માટે પાલિકા એજન્સી સામે યોગ્ય કાર્યવાહી કરે એવી લોક માંગ ઉઠી હતી.




