માંડવી

માંડવી તાલુકાના ગોડસંબાથી કરવલી તરફ જવાના રસ્તા પર આવેલ પુલ સાઈડની પ્રોટેક્શન એંગ્લો ધોધમાર વરસાદના પ્રવાહથી ઉખેડી ગઈ

ગુજરાત ભરમાં છેલ્લા બે ત્રણ દિવસથી ધોધ માર વરસાદ વરસતા, માંડવી તાલુકાનાં ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદને લઇ આમલી ડેમ, અને ગોડધા ડેમના મોટા પ્રમાણમાં પાણી ના પ્રવાહ આવતા માંડવી તાલુકાના કરવલી થી વરેહ ખાડી ગોડસંબા તરફ સીધા આવતા ત્યાંથી પાણી ના પ્રવાહ ગોડસંબા થી કરવલી જતા રોડ પર થઈ ખેતરોમાં થઈ આગળ વહેતા ખેતીના પાકોને માઠી અસરો પડી છે.ખૂબ નુકસાન થયું છે.

જો,વધુમાં સિંચાઇ વિભાગ તરફથી પાળા યોજના હેઠળ વિરાય ખાડી ને અડીને ગોડસંબા પાસેના પુલ સુધી પાળાઓ જો બનાવવામાં આવ્યા હોત તો ખેડૂતોએ આ પરિસ્થિતિ દર વર્ષે જોવાની ન રહે તેમજ જે પાણીના લેવલ થી 20 ફૂટની ઊંચાઈએ બનેલ રસ્તા પર પણ પાણી ફરી વળ્યા હતા.અને પુલની આગળ રોડની સાઈડમાં મૂકવામાં આવેલ પ્રોટેક્શન એંગ્લો પાણીના પ્રવાહ થી ધોવાઈને ઉખેડી જવા પામી છે. તેમજ પાણીના ધસમસતા પ્રવાહને લઇ લોખંડની એંગ્લો પણ વળી જવા પામેલ છે. ત્યારે વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે.

આ રસ્તાના કામો માં પ્રોટેક્શન એંગ્લો મૂકવામાં ભ્રષ્ટાચારના ખાબોચિયા ખદ બદતા હોઈ તેવું જણાય છે. જો પ્રોટેક્શન એંગ્લો મૂકવા ઊભા કરાયેલા લોખંડના ટેકા જો ઊડા ખાડા ખોદીને નાખવામાં આવ્યા હોય તો, આ રહસ્ય બનવા ન પામતે. ત્યારે માર્ગ મકાન વિભાગની મોનિટરીંગની ત્રુટિના કારણે અને જે તે એજન્સીએ થોડાં થોડાં ખાડા કરી ટેકા ઊભા કરી દિધા હોવાને લઇ કારણ સર આ પરિસ્થિતિ સર્જવા પામી છે.ત્યારે આ પ્રોટેક્શન એંગ્લો લોકોના સુરક્ષા કાજે તાકિદે મુકાય તેવી માંગ ઉઠી છે.

 

Related Articles

Back to top button