માંડવીના પાતલ ગામે તાડી ફળિયામાં પાણીની ટાંકી પાસેથી સ્મશાન ભૂમિ સુધીનો રસ્તો એક વર્ષ પહેલા મંજૂર તો થયો પણ તે ક્યારે બનાવવામાં આવશે?

માંડવીના પાતલથી ખોડંબા જતો રસ્તો 8 મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો. ત્યારે પાતલ ગામના તાડી ફળિયામાં પાણીની ટાંકી પાસેથી સ્મશાન સુધી જતો રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો. જે રસ્તો આજ સુધી બનાવવામાં આવ્યો નથી.
મળતી માહિતી મુજબ પાતલથી ખોડંબા જતો રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો ત્યારે પાતલ તાડી ફળિયામાં પાણીની ટાંકી પાસેથી સ્મશાન સુધીનો રસ્તો મંજૂર થયા બાબતે કુંવરજીભાઈ હળપતિ માનનીય રાજ્ય મંત્રીશ્રી આદિજાતિ વિકાસના યથાગ મહેનતથી મંજૂર કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેમના લેટરપેડ પર આ કામો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.
ત્યારે જુઓ પ્રજા જુઓ…. જાણો અને સમજો….. ગુજરાત સરકાર તરફથી પાતલ ગામના તાડી ફળિયામાં પાણીની ટાંકી પાસેનો રસ્તો ક્યાંક ગુમ થઈ ગયો? સરકારશ્રીના સૂચનો મુજબ રસ્તાઓ મંજૂર થતા હોય ત્યારે તે રસ્તાઓની ગ્રાન્ટ તે રસ્તાઓ સિવાય બીજે ક્યાંય વાપરવાની હોતી નથી. તેમજ જે તે રકમની ગ્રાન્ટ સિવાય વધારાના નાણાં ખર્ચવાના હોતા નથી. છતાં આજ સુધી તે રસ્તો બનાવવામાં આવ્યું નથી.
આ રસ્તો બનાવવા માટે જેના નામે ટેન્ડર મંજૂર થયું, હોય જેણે ટેન્ડર લીધું હોય અને આ રસ્તો ન બનાવવાના અનદેખી કરી હોય તેવા જવાબદાર એજન્સી સામે સખતમાં સખત દંડ અને સજા કરવામાં આવે. તેમજ તેવી બેદરકારી દાખવીને કામ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટમાં નાખવા હમો ગામ લોકોની ઉગ્ર માંગ ઉઠી છે. અને તાકીદે રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવે.




