તાપી

કુકરમુંડાના બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના મૌલીપાડા ગામે 25 વર્ષ પહેલા સાંસદની ગ્રાન્ટમાંથી બનાવેલો કોમ્યુનિટી હોલ ખંડેર

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ મૌલીપાડા ગામ ખાતે વર્ષ 2000/2001માં સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલનું મકાન બનાવવામાં આવ્યું છે. આ વર્ષો જૂનું કોમ્યુનિટી હોલનું મકાન ઘણા સમયથી અતિ જર્જરિત હાલતમાં હોવાના લીધે બિન ઉપયોગી બનતા હાલમાં મકાન ખંડેર હાલતમાં શોભા ગાંઠિયા સમાન ઉભું જોવા મળી રહ્યું છે. અંદાજિત 25 વર્ષ પહેલા બનાવાયેલું કોમ્યુનિટી હોલના મકાનની દિવાલોમાં તિરાડો પડી ગયેલ છે. બીજી તરફ મકાનના દરવાજો અને બારીઓ પણ તૂટેલી હાલતમાં હોવાથી આખું મકાન અતિ જર્જરિત જોવા મળી રહ્યું છે.

વર્ષો જૂનું અને અતિ જર્જરિત બની ગયેલ કોમ્યુનિટી હોલનું મકાન ભવિષ્યમાં ધરાશાય થાય તો આજુબાજુમાં વસવાટ કરનારા ગરીબ લોકો સહિત મકાનની બાજુમાંથી પસાર થનારા લોકો સાથે કોઈ મોટી જીવલેણ ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? તે સવાલ ઉભો થઇ રહ્યો છે. ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી બિન ઉપયોગી બનેલું જર્જરિત કોમ્યુનિટી હોલનું મકાન શોભાના ગાંઠિયા સમાન ઉભું હોવા છતાં પણ જવાબદાર તંત્રને મકાનને તોડવામાં રસ જ નથી. તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય એ છે. કે, મૌજે મૌલીપાડા ખાતે વર્ષો પહેલા સરકાર દ્વારા સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી લાખો રૂપિયાના ખર્ચે કોમ્યુનિટી હોલના મકાનનું નિર્માણ કરવામાં આવેલ છે. જે તે સમયે આ મકાનમાં ગામના લોકો બેસીને સામાજિક કાર્ય, ધાર્મિક કાર્ય સહીત અન્ય કાર્ય અંગે ચર્ચાઓ કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ મકાન અતિ જર્જરિત હાલતમાં હોવાના લીધે બિન ઉપયોગી બન્યું છે.

Related Articles

Back to top button