માંડવીના કિમડુંગરા ગામે મુસાફરોએ બેસવાના બસ સ્ટેન્ડમાં છાણના ઉકરડા હોવાને લઈ સ્વચ્છતા અભિયાનની ક્ષતીઓ સામે આવી
કીમડુંગરા દુધ ઉત્પાદક મંડળીની પૂર્વમાં આવેલ બસ સ્ટેશનમાં ગંદકીનો ઉપદ્રવ ક્યારેક પ્રજા માટે આરોગ્યની દ્રષ્ટિએ જોખમી હોઈ શકે છે

માંડવી તાલુકાના કીમડુંગરા ગામે જાહેર રોડ પર બસ સ્ટેશન જેવી સરકારી મિલકત આવેલી હોય. તેની બાજુમાં કિમડુંગરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને પ્રાથમિક મુખ્ય શાળા જેવા જાહેર સ્થળો આવેલ છે. અને બસ સ્ટેશન પાસેથી દિવસમાં હજારો લોકો પસાર થતા હોય. પરંતુ ગ્રામ પંચાયતના પ્રથમ નાગરિક એવા ગ્રામ પંચાયતના અધ્યક્ષ તેમજ સ્વચ્છતા અભિયાન સમિતિ પ્રમુખ જેઓના ફરજમાં આવતું હોવા છતાં, જવાબદાર વ્યક્તિ તરીકે ને પંચાયતને મળેલી સરકારી મિલકત તેને સમય સમયે સાફ સફાઈ કરાવવાના ફરજમાં આવતું હોવા છતાં, જે સ્વચ્છતા અભિયાન સમિતિ કીમ ડુંગરા, ગ્રામ પંચાયત કચેરીના અધ્યક્ષ તેમજ સમિતિના સભ્ય સચિવ જવાબદાર વ્યક્તિ તલાટી કમ મંત્રી હોવા છતાં બસ સ્ટેશનમાં બસ સ્ટેશનની આગળના ભાગે પ્રજા દ્વારા ગંદકીનો ઉપદ્રવ કરવામાં આવે છે, તે કેમ હટાવવામાં આવતો નથી? જે ઉચ્ચ કક્ષાએથી તપાસનો વિષય બને છે! તેમજ જવાબદાર વ્યક્તિઓ મારફત જો આવી ગંદકીનો ઉપદ્રવ સરકારી મિલકત સામે કરવામાં આવતો હોય ત્યારે જે ગંદકીનો ઉપદ્રવ કરનાર ઈસમો સામે ફરજ પરના તલાટી કમ મંત્રી શ્રીએ નોટિસ આપી જે ગંદકી દૂર કરવા કોઈ પ્રયાસો આજ સુધી કર્યા છે, કે કેમ? તે પણ તપાસનો વિષય બને છે. જો આવી કાર્યવાહી કરવામાં ન આવી હોય તો જિલ્લા પંચાયત જિલ્લા વિકાસ અધિકારી તરફથી પંચાયતના સભ્ય સચિવ તથા ગ્રામ પંચાયત કચેરીના અધ્યક્ષ અને સ્વચ્છતા અભિયાન સમિતિ ગ્રામ પંચાયત કચેરી કીમ ડુંગરા ના અધ્યક્ષ સામે ફરજોના અનાદર બદલ કાયદેસરની કાર્યવાહી કરવા આમ જનતાની માંગ ઉઠવા પામી છે.




