ઓલપાડ

કીમ ચાર રસ્તા પાસે ડ્રેનેજ લાઇનમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી

સુરતના કિમ માંડવી સ્ટેટ હાઇવે પર કિમ ચારરસ્તા પાસે બિન વારસી હાલતમાં ખુલ્લી ડ્રેનેજ લાઇનમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર બનાવને પગલે કોસંબા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત જિલ્લામાં પસાર થતા કીમ માંડવી સ્ટેટ હાઈવેની ખુલ્લી ડ્રેનેજ લાઇનમાંથી અવાર નવાર બિનવારસી હાલતમાં મૃતદેહો મળી આવે છે. ત્યારે વધુ એકવાર શંકાસ્પદ હાલતમાં મૃતદેહ આજરોજ મળી આવ્યો હતો. સ્ટેટ હાઇવે પર કીમ ચારરસ્તા પાસે ખુલ્લી ડ્રેનેજ લાઇનમાં બિનવારસી હાલતમાં પડેલ મૃતદેહ પર સ્થાનિકોની નજર જતાં સ્થાનિકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરવામાં આવી હતી. કોસંબા પોલીસ તુરત સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઇને ક્યાં કારણોસર વ્યક્તિનું મોત થયું. તેમજ તેઓના વાલી વારસ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી.

Related Articles

Back to top button