તાપી

વ્યારાની સરકારી હોસ્પિટલના અપગ્રેડેશન કરી મેડીકલ કોલેજ બનાવવાની યોજના

અપગ્રેડેશન મુદ્દે પ્રવર્તતી અસમંજસ બાબતે આદિજાતિ મંત્રીએ યોજી પત્રકાર પરિષદ

છેલ્લા ઘણા સમયથી તાપી જિલ્લા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સરકારી હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે વિરોધ પ્રદર્શનો ચાલી રહયા છે.  પ્રજાજનોને વ્યારાની સરકારી હોસ્પિટલના અપગ્રેડ કરવાના મુદ્દે ખાનગીકરણ પર આદિવાસી સમાજનાં આગેવાનો દ્વારા વિરોધથી ચાલી રહેલી પ્રવૃત્તિઓને કારણે પ્રજાજનોમાં પ્રવર્તતિ અસમંજસની સ્થિતિ વચ્ચે, રાજ્ય આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિએ, તાપી જિલ્લાના મીડિયાકર્મીઓના માધ્યમથી સાચી, આધારભુત વિગતો રજૂ કરી અને લોકોની વાતમાં નહિ દોરવાવાની અપીલ કરી હતી.

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતમાં જિલ્લા સેવા સદન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા મંત્રીએ તાપી અને ડાંગ સહિતના આદિજાતિ વિસ્તારના પ્રજાજનોને, હોસ્પિટલનું અપગ્રેડેશન થતા સ્વાસ્થ્યને લગતી ઉત્કૃષ્ટ સેવાઓ સાથે, આદિવાસી પરિવારના બાળકોને તબીબી શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું. વ્યારાની હોસ્પિટલના અપગ્રેડેશન સાથે કાર્યરત થનારી મેડિકલ કોલેજનો લાભ આદિવાસી વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ પ્રજાજનોને સરળતાથી ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. દરમિયાન પ્રજાજનોમાં પ્રવર્તતા કેટલાક પાયાવિહોણા પ્રશ્નો બાબતે જિલ્લાના મીડિયાકર્મીઓએ મૂંઝવતા પ્રશ્નોના ઉત્તરો પણ મંત્રી પાસેથી મેળવ્યા હતા.

હોસ્પિટલની વિસ્તૃત વિગતો
ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાની વ્યારા ખાતેની જનરલ હોસ્પિટલ કે જે હોસ્પિટલ હાલમાં 236 પથારીની જિલ્લા કક્ષાની હોસ્પિટલ છે. આ હોસ્પિટલ ખાતે હાલમાં મર્યાદીત તબીબી સેવાઓ ઉપલબ્ધ છે. સરકાર દ્વારા વ્યારા ખાતે આરોગ્ય નિતી-2016 અંતર્ગત સ્વનિર્ભર (બ્રાઉન ફીલ્ડ) મેડીકલ કોલેજ બનાવવાનું ઠરાવેલ છે.

આરોગ્ય નીતી-2016એ સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરી ત્યાં સ્વનિર્ભર બ્રાઉન્ડ ફીલ્ડ મેડીકલ કોલેજ બનાવવાની પ્રોત્સાહક યોજના છે. નેશનલ મેડીકલ કમિશન, નવી દિલ્હીના ધારાધોરણ મુજબ સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરી નવી સ્વ-નિર્ભર (બ્રાઉન ફીલ્ડ) મેડીકલ કોલેજ સ્થાપવામાં આવે, તો તેને સ્વ-નિર્ભર (બ્રાઉન ફીલ્ડ) મેડીકલ કોલેજ તરીકે ઓળખાશે. નવી સ્વ નિર્ભર (બ્રાઉન ફીલ્ડ) મેડીકલ કોલેજની સ્થાપના કરવા માટે રાજય સરકાર દ્વારા તાપી જિલ્લાને પ્રથમ તબકકામાં આવરી લીધેલ છે. નવી મેડીકલ કોલેજની સ્થાપના કરવા માટે 20 એકર જમીન (મહતમ બે ભાગમાં, એક ભાગમાં ઓછામાં ઓછી 5 એકર એટલે બીજા ભાગમાં 15 એકર જમીન) ઉપલબ્ધ થશે, ત્યાં નવી સ્વનિર્ભર (બ્રાઉન ફીલ્ડ) મેડીકલ કોલેજ શરૂ કરવાની રહેશે. આ હેતુ માટે હાલમાં સરકારી હોસ્પિટલ ખાતે જે જમીન ઉપલબ્ધ હશે, તે સમગ્ર જમીન (હોસ્પિટલ બાંધકામ સહિત) સરકારના પ્રવર્તમાન નિયમનોનુસાર લીઝ પર આપવામાં આવશે. સરકારી હોસ્પિટલ ખાતે 20 એકરથી ઓછી જમીન ઉંપલબ્ધ હશે તો NMCના નિયમોનુસારના અંતરે ખૂટતી બાકીની જમીન સરકાર દ્વારા લીઝના ધોરણે ઉપલબ્ધ કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button