નર્મદા / નર્મદા ડેમ બનતા પુનર્વસન થયેલા ગામો બન્યા ખંડેર
નર્મદા બંધનું કામ વર્ષ 2015માં પૂર્ણ થયું. બંધનું કામ પૂર્ણ થયું તે પહેલા નર્મદામાં મધ્ય પ્રદેશ અને ગુજરાતના અનેક ગામ વિસ્થાપિત થયા. મધ્ય પ્રદેશના કેટલાક ગામને ગુજરાતમાં પુનર્વસન કરવામાં આવ્યું હતું

- નર્મદા ડેમ માટે ઘર-જમીન અને ગામ છૂટ્યું
- પોતાનો પ્રદેશ છોડી ગુજરાતમાં થયું પુનર્વસન
- સુવિધાઓ મળી છતાં ન ટકી શક્યા લોકો
ગુજરાતની જીવાદોરી એટલે નર્મદા. નર્મદાને કારણે જ ગુજરાત ફુલુફાલ્યું છે. નર્મદાના પાણી પર ગુજરાતની 60 ટકા વસ્તી નિર્ભર છે. આ નર્મદા બંધનું કામ વર્ષ 2015માં પૂર્ણ થયું. બંધનું કામ પૂર્ણ થયું તે પહેલા નર્મદામાં મધ્ય પ્રદેશ અને ગુજરાતના અનેક ગામ વિસ્થાપિત થયા. મધ્ય પ્રદેશના કેટલાક ગામને ગુજરાતમાં પુનર્વસન કરવામાં આવ્યું હતું. જ્યારે નર્મદા બંધમાં જે લોકોની જમીનો અને ગામડા ડૂબમાં ગયાં હતાં. તેમને ગુજરાતના જુદા-જુદા ગામમાં વસાવવામાં આવ્યા હતાં. અને તમને 8 વીઘા જમીન અને રહેવા માટે મકાન અને ખુલ્લો પ્લોટ આપવામાં આવ્યા હતા. અહિયા સરકારે સ્કૂલ, પાણીની સુવિધા, લાઇટ સહિતની વસ્તુઓ પણ પુરી પાડી હતી. મધ્ય પ્રદેશના આ વિસ્થાપિતો 2004માં ખેડા જિલ્લાના ગામડામાં વસ્યા હતા. જેકે આજે 20 વર્ષ પછી સ્થિતિ એ છે કે આ વિસ્થાપિતો પોતાના ઘર અને જમીન છોડીને ફરી પોતાના વતનમાં જતાં રહ્યાં છે.
29 પરિવારને વસાવવામાં આવ્યા હતા
ગુજરાત સરકારે વિસ્થાપિતોને સુવિધા આપી હતી. મધ્ય પ્રદેશથી વિસ્થાપિત થયેલા લોકો શું કરે છે. કેવું છે તેમનું જીવન તે જાણવાનો પ્રયત્ન કરો. જો કે હકીકત એ સામે આવી છે મોટા ભાગના લોકો પાછા મધ્ય પ્રદેશ ચાલ્યા ગયા છે. ખેડા જિલ્લાના નાયકા ગામમાં મધ્ય પ્રદેશના 29 પરિવારને વસાવવામાં આવ્યા હતા. આ પરિવાર માટે નાયકા ગામથી અમદાવાદ બાજુ આવતા રોડ પર કોલોની બનાવવામાં આવી છે. આ લોકોનામાં દરેક પરિવારને એક ઘર. બાથરુમ અને તેમના ભવિષ્યના પ્લાન માટે ઘરની જ બાજુંમાં 500 વારથી વધારેનો પ્લોટ પણ ફાળવવામાં આવ્યો હતો. આ સાથે ઘરની બીજુમાં જ આઠ વીઘા જમીન ફાળવવામાં આવી હતી. પરંતુ આજે સ્થિતિ એ છે કે બઘું જ ખંડેર બની ગયું છે. અહિયા માત્ર બે પરિવાર જ રહે છે. બાકીના બધા મધ્ય પ્રદેશ કે સૌરાષ્ટ્રમાં બીજી જગ્યાએ ચાલ્યા ગયા છે. જોકે આજે નાયકા વસાહતમાં બે પરિવાર જ રહે છે. અને જે પરિવાર અત્યારે રહે છે તેઓ પુરે પુરા સંમુદ્ધ બની ગયા છે.
ગુજરાતમાં 8 વીઘા જમીન પણ આપવામાં આવી હતી
નર્મદાના વિસ્થાપિતોને ગુજરાતમાં 8 વીઘા જમીન પણ આપવામાં આવી હતી. જોકે નવી શરતની આ જમીન કોઇને વેચી શકાય તેમ ન હોવાથી મધ્યપ્રદેશ પરત ગયેલા પરિવાર અહિયાં રહેતા પરિવારને ભાડે જમીન આપતા ગયા છે. વિસ્થાપિતોની નાયકા ગામમાં 350 વિઘા જેટલી જમીન આવેલી છે. વિસ્થાપિતોના પરિવાર જે ગુજરાતમાં રહી ગયા તે સવાયા ગુજરાતી બની ગયા છે. અમે આગળ જતા ખેતરમાં પહોચ્યા. જ્યાં વિસ્થાપિતોના પરિવારની મહિલાઓ નિંદામણુનું કામ કરી રહી હતી. જેથી અમે તેમની સાથે પણ અહીં સવાદ કર્યો.
વિસ્થાપિત થયેલા લોકો અહીં ટકી ન શક્યા
જોકે અહીં જે લોકોને નર્મદા માટે પોતાની જમીન અને ગામ આપી દીધાં. આજે તેમને જ નર્મદાનું પાણી નથી મળતું. આજે લોકોને આજુ-બાજુમાં આવેલી ફેક્ટરીના પ્રદૂષિત પાણીથી ખેતી કરવી પડે છે. તો બીજી તરફ ખેતી અને વસાહત પાર કરીને અમે વસાહતીઓના બાળકો માટે બનાવેલી શાળામાં પહોચ્યા. આ શાળા આજે બંધ થઇ ચુંકી છે. વસાહતીના બાળકો માટે પાંચ રુમની શાળા બનાવી હતી પણ બાળકો ન આવતા હોવાથી શાળા બંધ છે. આમ નર્મદા ડેમ માટે જેમણે ઘર-જમીન અને ગામ છોડ્યા અને સરકારે જે નવા ગામ વસાવી આપ્યા. આજે તે ગામ ખંડેર બન્યા છે. કારણ કે, વિસ્થાપિત થયેલા લોકો અહીં ટકી ન શક્યા.
અહીયાં રહ્યાં તે સુખી છે
નર્મદાના વિસ્થાપિતોની સ્થિતિ અંગે આ તો એક ગામની સ્થિતિ જોઈએ. પરંતુ અન્ય ગામડાઓની સ્થિતિ કેવી છે. અને ત્યાં વિસ્થાપિત થયેલા લોકો ટકી શક્યા કે નહીં. નર્મદા ડેમ માટે હજારો લોકોએ પોતાની જમીન-ગામ અને ઘર છોડ્યાં. પરંતુ તેઓ જાણતા હતા કે, આ બલીદાનથી આવનાર પેઢીનું અને લાખો ખેડૂતોનું ભલું થશે. પરંતુ વિસ્થાપન બાદ મધ્યપ્રદેશથી ગુજરાતમાં પુનર્વસન થયેલા પરિવારો ટકી ન શક્યા. સાથે સાથે બાજુમાં આવેલા ધરમપુરા ગામમાં પણ નર્મદા વિસ્થાપિતોની વસાહત આવેલી છે. અહિયા મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના કુકસીમાંથી આવેલા વસાહતી રહે છે. આ વસાહતમાં મોટા ભાગના પરિવાર અહિયા રહી ગયા છે. અહિયા જે રહી ગયા તે સુખી છે. તેમની પાસે સારા મકાન છે. ગાડી છે, ટ્રેકટર જેવા ભારે વાહન પણ છે, મતલબ કે તેઓ સમૃદ્ધ ગુજરાતમાં રહી રહ્યા છે અને પોતે પણ સમૃદ્ધ થયા છે.
સવાયા ગુજરાતી બની ગયા
ધરમપુરા ગામેથી આગળ વધતા રઢુ ગામે આવે છે. રઢુમાં પણ નર્મદા વિસ્થાપિતોની વસાહત આવેલી છે. અહિયા 30 વિસ્થાપિત પરિવારોને વસાવવામાં આવ્યા હતા. જો કે તેમાથી મોટાના પરિવાર અત્યારે મધ્ય પ્રદેશ પરત ફરી ચુક્યા છે. અહીં મકાનનો જર્જરિત બની ચુક્યા છે. મકાનના નળિયા તુંટી ગયા છે. હવે આ મકાનમાં રહેવાવાળું કોઇ નથી. જાણે વર્ષો પહેલા આ મકાનને છોડીને કોઇ ગયું હશે તેવું પ્રતિત થાય છે. આજે અહીં માત્ર એક જ પરિવાર વસવાટ કરે છે. જે મધ્યપ્રદેશ પરત નથી ફર્યો. જ્યાં વિસ્થાપિતો જ રહ્યા નથી. ત્યાં શાળા પણ ખંડેર તો બનવાની જ હતી. જે શાળામાં બાળકોની કિલકારીઓ સંભળાતી હતી. આમ અમદાવાદને અડીને આવેલી નર્મદાના વિસ્થાપિતોની કોલોનીઓની હાલત ખરાબ છે. સરકારે સુવિધા તો પુરી આપી દીધી હતી પણ તેઓ પોતાના મકાન અને જમીન છોડીને નિકળી ગયા છે. અહિયા જે એક બે પરિવાર રહે છે તોએ તેમની જમીન સાચવે છે. અને જેઓ અહીં ટકી રહયા તેઓ આજે સવાયા ગુજરાતી બની ગયા છે.




