માંડવી

માંડવી ટ્રાઇબલ સબ પ્લાન કચેરી નજીક કોર્ટ તરફ જવાના રસ્તા પર ચાલતા ગરનાળાનું કામ છેલ્લા બે-ત્રણ માસથી અધુરૂ

સિવિલ કોર્ટ માંડવી તરફ જવાના રસ્તા પર ચાલતા ગરનાળાનું કામ ક્યારે પૂરું થશે? લોકોમાં ચર્ચાનો વિષય બન્યો!

છેલ્લા ઘણા સમયથી માંડવી ટ્રાઇબલ સબ પ્લાન કચેરી પાસેથી કોર્ટ તરફ જવાના રસ્તા પર ગરનાળાનું કામ ચાલી રહ્યું હોય; તે ક્યારે પૂરું થશે, તેવું લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યા છે.

હકીકત એવી છે કે, આ રસ્તો બે વર્ષ અગાઉ કોઈક એજન્સી મારફત બનાવવામાં આવ્યો હતો. તેના પર ગરનાળાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. પરંતુ તે ગરનાળા પાસે ગરનાળાની સાઈડ વોલ દિવાલ વારંવાર તૂટી જવાના સંભવ રહ્યા હતા. ત્યારે તે કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો પણ માજી ધારાસભ્ય શ્રી આનંદભાઈ મારફતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી. તેમજ પ્રિન્ટ મીડિયા દ્વારા પણ સરકારના બહેરા કાન સુધી અવાજ પહોંચાડવા પ્રિન્ટ મીડિયાઓ મારફત ધારદાર રજૂઆત સરકાર સુધી પહોંચાડાઈ હતી. આ બાબત વારંવાર ચલાવવામાં આવી હતી. ત્યારે જવાબદાર એજન્સી પાસે પૂરું કરવાનું હોય પરંતુ રજનીકાંત કન્ટ્રક્શન નામની એજન્સીને નવેસરથી કામ શોપતા તે કામ ગોકળિયા રાહે તદ્દન ધીમી ગતિએ ચલાવી રહ્યા છે. લાંબા સમયથી કામ ચાલતું હોવા છતાં કામ પૂર્ણ કરવામાં આવતું નથી.

માંડવી કોર્ટ તરફ જવાના રસ્તા પર આ કામગીરી ચાલતી હોય ત્યારે અજાણ્યા લોકો આ રસ્તા પરથી જોવા માટે ઘણા અટવાતા હોય છે. આ રસ્તા પર કામ ચાલતું હોવાને લઈ ટ્રાઇબલ સબ પ્લાન કચેરીના થોડે આગળ કોર્ટ તરફ જવાના રસ્તા પર કોઈ બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી. તેમજ રસ્તાનું ડ્રાઈવરજન બાબતે કોઈ સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી. તેમજ ચાલતી કામગીરી બાબતે કોઈ નકશા પ્લાન કે તેની ડિઝાઇન પણ બોર્ડમાં મૂકવામાં આવી નથી.

સદર ગરનાળાનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલતું હોય કોર્ટ તરફ જવાના રસ્તા ને લઇ ઘણા લોકો અટવાતા હોવાને કારણે આ ગરનાળાનું બાંધકામ તાકીદે પૂર્ણ કરવામાં આવે. અને બાંધકામ કરનાર જવાબદાર એજન્સી સામે કામગીરી બાબતના સાઈનબોર્ડ ન લગાવવાના કારણે, તેમજ ટ્રાઇબલ સબ પ્લાન કચેરીના સામેના ભાગે કોર્ટ તરફ જવાના રસ્તા પર કોઈ પણ ડાઈવરઝન ન આપવાના કારણે, તેમજ રાત્રિના સમયે તેવા કોઈ સાઈનબોર્ડ ન હોવાના કારણે અજાણ્યા વ્યક્તિઓ ઘણા અટવાતા હોય ત્યાંથી ગાડીઓ પરત વાળવાની ગંભીર મુશ્કેલી પડતી હોય તેને લઈ જવાબદાર એજન્સીને દંડાત્મક/ સજાત્મક પગલાં ભરવા તેમજ વાહન ચાલક રાહદારીના સુરક્ષાના પગલે આવી કાર્યવાહી ન કરવાના કારણે કામ કરનાર એજન્સી પાસે દંડ વસૂલવા હુકમ થાય તેમ જ આવા ગોકળિયા રાહે કામ કરનાર એજન્સીને બ્લેક લિસ્ટ માં જાહેર કરવા સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.

Related Articles

Back to top button