ઉમરપાડામાંડવી

ઉમરપાડા વિસ્તારમાં બાઇક પર રાહદારીઓને આંતરી લૂંટ ચલાવનાર ચોરોની પોલીસે અટક કરી

LCB પોલીસે પૂર્વ બાતમીનાં આધારે ઉમરપાડા વિસ્તારમાં રાહદારીઓને નિશાન બનાવી લૂંટ ચલાવનાર ચાર આરોપીઓની અટક કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં સાદડાપાણી ગામની સીમમાં મોટર સાઇકલ પર આવેલ ત્રણ અજાણ્યા આરોપીઓએ ફરીયાદીને આંતરી મોબાઇલે અને રોકડ રકમની લુંટ કરી ફરાર થઇ ગયેલ હોય અને જે લૂંટ મેહુલ ગામીત, આશીષ ચૌધરી તેના મિત્ર સાથે મળી કરી હતી. જે હાલ ઝાબ ગામનાં પાટીયા પાસે ઉભેલ હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી. ઉપરોક્ત બાતમી વર્ણન અનુસાર પોલીસ સ્થળ પર પહોંચી જઇ આરોપીની અટક કરી લેવામાં આવી હતી. પોલીસે બનાવનાં સ્થળેથી 21 હજાર કિંમતનાં 06 મોબાઇલ, 1920 રોકડા મળી કુલ રૂ 22 હજાર 920નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

હાલ પોલીસે (1) મેહુલ ઉર્ફે સાંભો ઇશ્વર ગામીત રહે અરેઠ તા. માંડવી (2) આશીષ હિતેન્દ્ર ચૌધરી રહે નરેણ તા.માંડવી (3) ગોપાલ ઉર્ફે આકાશ મુકેશ વસાવા રહે ઉશકેર તા. માંડવી (4) કમલેશ રમેશ વસાવા રહે ઉશકેર તા.માંડવીની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી. સુત્રો અનુસાર પોલીસે ઉપરોક્ત આરોપીઓની અટક કરતા ઉમરપાડા પોલીસ મથક અને મહારાષ્ટ્ર નંદુરબાર પોલીસ મથકનાં લૂંટના ગુનાનો ભેદ ઉકેલી નાખી માંડવી, બારડોલી સહિતના વિસ્તારમાં પણ આરોપીઓએ ચોરી કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

લૂંટનાં ગુનાઓ આચરવાનું કારણ પકડાયેલા આરોપીઓ માંડવી તાલુકામાં રહેતા હોય અને અવાર નવાર મજૂરી કામે જતા ચારેય આરોપીઓની મિત્રતા થઇ હતી. ત્યાર બાદ તમામ મિત્રો મોટર સાઇકલ લઇને ફરવા માટે જતા હતા. જે દરમ્યાન બાઇકમાં પેટ્રોલ પુરાવવા અને ફરવા માટે પૈસાની જરૂરિયાત પડતાં આંતરીક રસ્તાઓમાં મળતાં રાહદારીઓની એકલતાનો લાભ લઇ જેમને નિશાન બનાવી માર મારી રોકડ રકમની લૂંટ કર્યા બાદ તમામ આરોપીઓ મોજશોખ માટે નિકળી જતા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

Related Articles

Back to top button