ભરૂચ

અંકલેશ્વરના આજૂબાજૂના વિસ્તારોમાં ગેંગ સક્રિય વટારીયામાં બંધ પડેલ પેટ્રોલ પંપની બાજુમાંથી ટાટા કંપનીના ટ્રક નંબર- GJ-06-Z-5900 ની ચોરી

નાકા પર આવેલાં શહેરો-શહેરોના સીસી કેમેરા ચેક કરતાં મહારાષ્ટ્ર રાજ્યના વિરપુર શહેરમાં ટ્રક ના ફુટેજ મળ્યાં. પણ‌ ટ્રક નો પત્તો મળતો નથી.

અંકલેશ્વર શહેરના આજુબાજુના વિસ્તારમાં ઘણી વખત મોટાભાગે મોટર સાયકલોના સમાચાર વહેતાં રહેતાં હતાં.પણ હાલમાં ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના વટારીયા શ્રી ગણેશ સુગર ફેકટરીની સામે બંધ પડેલ પેટ્રોલ પંપની પાછળથી તા.૮ મી જુલાઈ ૨૦૨૪ના ટાટા કંપનીની ટ્રક નંબર – GJ 06 Z 5900 ની કોઈ અસામાજિક તત્વોએ ઉઠાંતરી કરી છે.

વાલીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મિનાબેન ના જણાવ્યાં મુજબ ટ્રક તેમના પતિ જગદીશભાઈ છનાભાઈ વસાવાની માલીકીની છે. જેની કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦ જેટલી થાય છે. ટ્રકનો ચેસીસ નંબર – 373145 GU/732511 અને એન્જિન નંબર – 697 YC 56 GUZ આ ટ્રક શ્રી ગણેશ સુગર ફેક્ટરી વટારિયા માં ચાલે છે.પરંતુ હાલમાં ફેકટરી બંધ હોવાથી તે ટ્રક ગણેશ સુગર ફેકટરીની વટારિયાની સામે આવેલ બંધ પેટ્રોલ પંપ પાસે રાખવામાં આવેલ હતી. પરંતુ તા.૮/૭/૨૦૨૪ ના રોજ સવારના ૬-૦૦ કલાકે ફળિયામાં રહેતાં માણસોની વાતોથી જાણવા મળતાં અમે સવારના અમારી બંધ પેટ્રોલ પંપની બાજુમાં ચાના ગલ્લાં પાસે ગયેલ ત્યારે ખબર પડેલ કે અમારી ટ્રક રાખેલ જગ્યાએથી ગાયબ હતી.જે પતિ – પત્નિએ આજુબાજુના ગામડાઓમાં મળી ન આવતાં તા.૧૦/૦૭/૨૦૨૪ ના રોજ વાલીયા પોલીસ સ્ટેશનમાં એફ આઈ આર નંબર -૧૧૧૯૯૦૫૦૨૪૦૬૧૨ થી ફરિયાદ થઇ છે.

છતાં ફરિયાદના પતિ જગદીશભાઈએ રસ્તાઓ પર જેટલાં સીસીટીવી ફુટેજ ચેક કરતાં મહારાષ્ટ્ર રાજ્યના શિરપુર શહેરના ટોલ નાકા પાસેથી સીસી કેમેરામાં કેદ ફુટેજ મળી આવેલ છે.તેથી ટ્રક અસામાજિક તત્વોએ વટારિયાથી ઉઠાવી અંકલેશ્વર – ધુલીયા રોડ પર પસાર થયેલ છે.તેવુ અનુમાન લગાવી શકાય છે. પરંતુ હજુ ટ્રક નો પત્તો મળી આવેલ નથી.પણ હજુ પોલીસ વધુ તપાસ કરી રહેલ છે.અગર કોઈ ઈસમને આ ટ્રક ની ભાળ સાંપડે તો મોબાઈલ નંબર – ૬૩૫૪૫ ૬૭૫૭૧ પર જાણ કરી શકો છો.

Related Articles

Back to top button