ડાંગ

આહવાના બોરખલ ગામનાં પાયરધોડી ફળિયામાં 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી બનતી ગટરનાં કામમાં વેઠ ઉતારાતી હોવાની બૂમ ઉઠી છે.

આહવાના બોરખલ ગામનાં પાયરધોડી ફળિયામાં 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી બનતી ગટરનાં કામમાં વેઠ ઉતારાતી હોવાની બૂમ ઉઠી છે. ડાંગ જિલ્લા પંચાયતના આહવા તાલુકા પંચાયતનાં ઈન્ચાર્જ ટીડીઓના વહીવટ અને ભાજપનાં શાસનમાં આહવા તાલુકામાં કામો ખોરંભે પડ્યા છે. ગતરોજ આહવાનાં ધોધલી ગામમાં ગટરનું કામ અને હવે આહવાના બોરખલના પાયરધોડી ફળિયામાં ગામનો મુખ્ય રસ્તો વર્ષોથી જર્જરિત છે. આખા રસ્તા પરથી સિમેન્ટ તો ગાયબ ગોટામેટલનાં કારણે અહીંથી પસાર થતાં લોકો તથા વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યાં છે.

પહેલાં મુખ્ય રસ્તા બનાવવાની જરૂર હતી પરંતુ ગામનાં વહીવટદાર અને તલાટી કમ મંત્રી રસ્તા નહીં પરંતુ સરકારનાં 15માં નાણાપંચની ગ્રાંટમાંથી ગટરનું આયોજન કરી રૂ. 2.92 લાખનું કામ મંજુર કર્યું છે. ગટરના સિમેન્ટ ક્રોંકિટનાં બાંધકામમાં નદીનું ભાઠુથી બાંધકામ થઈ રહ્યું હોવાથી આ કામમાં ગેરરીતિ આચરાઇ રહી હોવાની બૂમ ઉઠી છે. ડાંગ જિલ્લામાં મહત્તમ વિસ્તારમાં થઇ રહેલા કામમાં હાલ કોઇને કોઇ રીતે વિવાદ ઉભો થતો રહ્યો છે. તેવામાં 15 મા નાણાપંચની ગ્રાન્ટમાંથી થઇ રહેલા બોરખલના ગટરના કામમાં વેઠ ઉતારાતા હવે અનેક સવાલો ઉભા થયા છે. બોરખલમાં 15 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ગટરના કામમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી.

Related Articles

Back to top button