માંડવીના જામણકુવા ગામમાં ધી ગ્લોરીયસ ચર્ચના આયોજિત કાર્યક્રમ વિરોધ બાદ ફરી શરૂ થતાં ખ્રિસ્તી સમાજમાં ખુશીની લહેર
સ્થાનિક તંત્ર સંવિધાનને ધ્યાને રાખીને ન્યાય કર્યો હોવાની રાવ

માંડવી તાલુકાના જામણકુવા(બાર) ગામે ધી ગ્લોરીયસ ચર્ચ દ્વારા આત્મિક જાગૃતિ સભા 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પહેલેથી જ સભાના આયોજન માટે મંજૂરી લેવામાં આવી હતી. પરંતુ કેટલાક લોકો દ્વારા વિરોધ કરતા, સભાના આયોજન માટેની મંજુરી રદ કર્યાની ખોટી માહિતી સોશિયલ મીડિયામાં વહેતી કરાઇ હતી. પરંતુ સ્થાનિક તંત્રએ આ દરેક બાબતોને ફગાવીને પોલીસ તંત્રનો મોટો કાફલો પૂરો પાડીને રક્ષણ પૂરું પાડ્યું હતું. અને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
માંડવી તાલુકાના જામણકુવા ગામમાં ધી ગ્લોરીયસ ચર્ચ દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમ વિવાદ બાદ ફરી શરૂ થતાં ખ્રિસ્તી સમાજમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. કેટલાક સમુદાયોના વિરોધ પછી, જાગૃતિની પ્રવૃત્તિઓ સ્થગિત કરાઈ હતી, પરંતુ સ્થાનિક પ્રશાસન અને આગેવાનોએ મધ્યસ્થી કરીને સમસ્યાનું શાંતીપૂર્ણ નિરાકરણ કાઢ્યું, જેના પરિણામે કાર્યક્રમ પુનઃ શરૂ થયો.
ખ્રિસ્તી સમાજના આગેવાનો અને ટ્રસ્ટી સભ્યોએ જણાવ્યું કે, “આ કાર્યક્રમ અમારી આસ્થા અને ધાર્મિક હકોના ભાગરૂપે યોજાયો હતો. પ્રારંભિક અટકાવટ પછી, સ્થાનિક પ્રશાસન અને ચર્ચના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા થઈ, જેમાં તમામ પક્ષો વચ્ચે સહમતી સાથે કાર્યક્રમ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.”
વિશ્વાસીઓએ મોટા ઉત્સાહ અને શ્રદ્ધા સાથે આ જાગૃતિ સભામાં ભાગ લીધો. લોકોએ પ્રાર્થના અને ભજન ગાઈ, તેમજ સામૂહિક શુભેચ્છા પાઠવી. “આ અમારું આધ્યાત્મિક સભા છે, અને અહીં અમારી ધાર્મિક સ્વતંત્રતા અમોને મળવી જોઈએ,” એક સ્થાનિક ખ્રિસ્તી ભાઈએ કહ્યું.
ખ્રિસ્તી સમાજ દ્વારા આવી રીતે જાહેરમાં થતી સભાઓમાં વારંવાર ખલેલ પોહચાડાનાર અસામાજિક તત્વો પર કાયદાકીય પગલાં ભરવાની માંગ કરી છે
સ્થાનિક તંત્રએ જણાવ્યું કે, “સમાજમાં એકતા અને શાંતિ જાળવવી એ અમારી પ્રાથમિકતા છે. દરેક સમુદાયને તેમની ધાર્મિક પરંપરાઓ અનુસરવાનો સંપૂર્ણ અધિકાર છે, અને કોઈપણ પ્રકારના વિવાદનો શાંતીપૂર્ણ ઉકેલ લાવવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ.”
આ ઘટનાથી ખ્રિસ્તી સમાજમાં આશાનું સંકેત ફેલાયો છે. લોકોમાં ફરી એકવાર સામૂહિક એકતા અને ધાર્મિક સ્વતંત્રતાની ભાવના પ્રબળ થઈ છે.




