ઉનાઈ પંથકમાં ચડાવથી કેળકચ્છ સુધીના રસ્તા પર વર્ષોથી તંત્ર દ્વારા માત્ર થીંગડા મારી કામ ચલાવાઈ રહ્યું છે.

ઉનાઈ પંથકમાં આવેલો તેમજ વાપી-શામળાજી હાઇવેને જોડતો ચડાવથી કેળકચ્છ સુધીના રસ્તા પર વર્ષોથી તંત્ર દ્વારા માત્ર થીંગડા મારી કામ ચલાવાઈ રહ્યું છે. જેને લઈ અહીંના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ તંત્ર રહીશોને આવાગમન માટે સુવિધા ઉભી કરવામાં વામળું પુરવાર થઇ રહ્યું છે એવું પ્રતીત થઈ રહ્યું છે.
માર્ગ મકાન દ્વારા 6 કિમીના રસ્તા પર થીંગડા મારી દેવાયા હોય જેને લઈને અનેક તર્ક વિતર્ક ઉભા થઇ રહ્યાં છે. કોન્ટ્રાક્ટરોએ હલકી કક્ષાનું મટિરિયલ વાપરી રસ્તાઓ પર ગણ્યાગાંઠ્યાં થીંગડા મારી દેતા હોય છે. ઉલ્લેખનીય છેકે આવાગમનનો ચડાવ, ચરવી, બારતાડ, કેળકચ્છને જોડતો 6 કિમીનો શોર્ટકટ રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં હોય અહીંના રહીશો આ બાબતે વર્ષોથી મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. સરકાર દ્વારા રોડ-રસ્તાની સુવિધા માટે કરોડોની ગ્રાન્ટ ફાળવી રહી હોવા છતાં માર્ગ મકાનના અધિકારીઓ આ રસ્તાને લઈ માત્રને માત્ર દર વર્ષે ચોમાસા બાદ થીંગડા મારી સંતોષ માની રહ્યું છે. શાસક પક્ષના નેતાઓ વાંસદા તાલુકાના અનેક રસ્તાઓ માટે કરોડોની ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવી રહી હોવાની મોટી મોટી વાતો કરી રહ્યા હોય તો ચડાવથી કેળકચ્છને જોડતો રસ્તો બનાવવાની ગ્રાન્ટ ક્યારે ફાળવશે એ પ્રશ્ન સ્થાનિકોમાં ઉભો થઇ રહ્યો છે. માર્ગ મકાન દ્વારા 6 કિમીના અતિ બિસ્માર રસ્તા પર માત્ર ગણ્યાગાંઠ્યા થીંગડા મારી દેવામાં આવ્યા હતા, જેમાં અનેક જગ્યાએ હાલમાં પણ રસ્તો ઉબડખાબડ નજરે પડે છે. ચડાવથી કેળકચ્છ ગામ તરફ જતા રોડ પર થીંગડા મારી દેખાડો કરાયો.




