તાપી

વ્યારા નગરમાં રહેતા ત્રિશા સાળવેએ મલેશિયા ખાતે ઇન્ટરનેશનલ ટેક્વાંડો કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

પિતા મીરકોટ પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન સામાન્ય શિક્ષક

તાપી જિલ્લાના વ્યારા નગરમાં રહેતા અક્ષય સુરેશભાઇ સાળાવે કે જેઓ ઉચ્છલ તાલુકાનાં મીરકોટ ગામની પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષક છે, જેઓની દીકરી સેવન ડે એડવાંટિસ્ટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં 3જા ધોરણમાં અભ્યાસ છે. જે માત્ર 8 વર્ષની ઉંમરે વિશ્વ કક્ષાએ મલેશિયા દેશમાં તારીખ 3જી ઑગષ્ટ થી 5મી ઑગષ્ટ સુધી ચાલનારી આંતરરાષ્ટ્રીય ટેક્વાંડો પ્રતિસ્પર્ધામાં 12 વર્ષની નીચેના સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. જે પૈકી તારીખ 03જી ઑગષ્ટ, 2024ના રોજ સવારની પ્રથમ જોડી સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો અને તરત જ બપોર પછીની વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને તેના માતા-પિતા સહિત સમગ્ર સાળવે પરિવાર જ નહીં, પણ સમગ્ર વ્યારા નગરનું નામ રોશન કર્યું હતું. વિદેશની ધરતી પર એક જ દિવસમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવતા તેના કુટુંબીજનોમાં આનંદ-ઉત્સાહ છવાયો છે.

Related Articles

Back to top button