નર્મદા

સરકારી નોકરીઓમાં ભરતીના મામલે મનસુખ વસાવા ફરી આકરા પાણીએ

રોડ અને રસ્તાનો વિકાસ બરાબર પણ જ્યારે આદિવાસીઓ શિક્ષણ લઈ ઉચ્ચ કક્ષાએ જશે ત્યારે વિકાસ ગણાશે. આંકડામાં જો કોઈ વિકાસ બતાવવા માગતા હશે એ હું નહિ થવા દવ. કોઈ પણ પરીક્ષામાં નર્મદા જિલ્લાના યુવાનો પસંદ થવા જોઇએ. જયારે તેઓ સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ બનશે તેને હું સાચો વિકાસ ગણીશ. સૌરાષ્ટ્રવાળા સરકારમાં લોબિંગ ચલાવે એટલે ત્યાંના યુવાનો સરકારી નોકરીઓ માટે પસંદ થઇ જાય છે તેમ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું. રાજપીપળાના ટાઉનહોલમાં જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિહ પરમારની અધ્યક્ષતામાં વિકાસકામોના ભૂમિપૂજન અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ શરૂ થતાંની સાથે હોલમાં પહેલી હરોળમાં બેઠેલા આગેવાનોએ ચાલતી પકડતાં સાંસદ મનસુખ વસાવા ગિન્નાયા હતાં. આજે મંત્રી આવ્યાને કોઈ ઉભા થઇ જાય એમને રોકવાની જવાબદારી અધિકારીઓ અને પદાધિકારીઓની છે તેમ કહી તેમણે ઉઘડો લીધો હતો. સરકારી નોકરીઓમાં સૌરાષ્ટ્રવાસીઓની વધી રહેલા દબદબા સામે સાંસદે આજે જાહેરમાં રોષ ઠાલવ્યો હતો.

સરકારી નોકરીઓમાં આપણા જિલ્લાના યુવાનો પસંદગી પામશે ત્યારે સાચો વિકાસ થયેલો ગણાશે. તેમણે કહયું કે, સરકારી નોકરીઓમાં આદિવાસીઓની કેમ પસંદગી કરવામાં આવતી નથી કારણ કે અધિકારીઓ નથી ઇચ્છતા કે તેઓ નોકરીમાં આવે. આદિવાસીઓ પણ જેટલા પરીક્ષાઓ આપી છે. જેમાં બહુ ઓછા પાસ થાય અને સૌરાષ્ટ્રના ઉમેદવારો જથ્થાબંધ પાસ થઈ ને નોકરીઓ કરે છેઆવું નહિ ચાલે.

Related Articles

Back to top button