તાપી

વ્યારા નગરમાં કાર્યરત ખુ.મ ગાંધી પ્રાથમિક શાળામાં બે બાળકોની ફી સમયસર નહિ ભરવાના લઈ બે બાળકોને તડકામાં ઉભા રાખ્યાના આક્ષેપ

વ્યારા નગરમાં કાર્યરત ખુ.મ ગાંધી પ્રાથમિક શાળામાં બે બાળકોની ફી સમયસર નહિ ભરવાના લઈ બે બાળકોને તડકામાં ઉભા રાખ્યાના આક્ષેપ સાથે વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીમાં લેખિતમાં ફરિયાદ કરી ન્યાયની માંગ કરી હતી.

વ્યારા નગર રહેતા વિનોદભાઈ મિશ્રાએ તાપી જિલ્લા શિક્ષણ કચેરીમાં લેખિતમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે મારી ભત્રીજી ધો.8 એ માં અભાયસ કરે છે.( મિશ્રા પ્રિયાશી અરૂણભાઈ રો નં.14) તથા મારો ભત્રીજો ધો.5 એ (મિશ્રા નિકુજ અરૂણભાઈ રો નં. 20) જે બન્ને ભત્રીજા ધોરણ એકથી ખુ.મ ગાંધી પ્રાથમિક શાળા વ્યારામાં ભણે છે. અત્યાર સુધી કોઈ પણ ફ્રી બાકી નથી. પરંતુ બન્ને ભત્રીજાની ડિસેમ્બર 2024ના એક માસની ફી બાકી છે. તેના કારણે ખુ.મ ગાંધી પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ સેજલબેન શાહે ગઈ કાલે 29/1/25 ના રોજ બપોરે 2.30 થી 4.00 વાગે સુધી મારા બન્ને ભત્રીજાને ગ્રાઉન્ડમાં ખુલ્લા તડકામાં ઉભા રાખ્યા પછી કહ્યું ગયા મહિનાની ફી કેમ નથી ભરી ? સ્કુલના ટીચર તુષારભાઈને બોલાવી તથા મારા બન્ને ભત્રીજા અને અન્ય બાળકોને બાળકીઓને તડકામાં ગ્રાઉન્ડમાં ઉભા રાખ્યા છે.જેને લઇ કસૂરવારો સામે પગલાં લેવા માગ કરી હતી.

આ આક્ષેપો પાયા વિહોણા છે. શાળામાં આવું કંઈ બન્યું નથી. પાંચ વર્ષથી ફી બાકી રહેનાર બાળકોને પણ અભ્યાસ કરાવીએ છીએ. ફી બાકીના કારણે કોઈપણ વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકાવતા નથી. આજે બંને બાળકો શાળામાં આવ્યા છે અને અભ્યાસ પણ કરે છે. > સેજલબેન શાહ, આચાર્ય

Related Articles

Back to top button