માંડવી

માંડવી પંથકમાં ચોમાસાના ઠંડક વાતાવરણમાં સાપોનો કહેર: ગઈકાલે 2 લોકોએ જીવ ગુમાવ્યો

ઝાબ ગામના 30 વર્ષીય યુવક અને વદેશિયા ગામની મહિલાએ જીવ ગુમાવ્યો

માંડવી તાલુકાના વદેશિયા ગામે ખેતરમાં કામ કરતા તથા ઝાબ ગામે બંધ દુકાનમાં સુતેલ વ્યક્તિને ઝેરી સાપે ડંખ મારતા બંને વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નીપજયા હતા.

પોલીસ સુત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર માંડવી તાલુકાના ઝાબ ગામના જગદીશભાઇ વસાવા (30) ( રહે. ઝાબ ગામ પારસી ફળીયુ) ઘરની બાજુમાં આવેલ રમેશભાઇ વસાવાની બંધ દુકાનમાં પથારી કરી સુતા હતા તે દરમ્યાન તેમને ડાબા પગના પંજામાં કોઇક ઝેરી સાપ ડંખ મારી જતા પ્રાથમિક સારવાર અરેઠ સરકારી દવાખાને કરાવી વધુ સારવાર માટે સરદાર સ્મારક હોસ્પિટલ બારડોલી ખાતે દાખલ કર્યા હતા.જેમની સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરેએ મરણ ગયેલ જાહેર કર્યા હતા. જ્યારે ઠગજીભાઇ ચૌધરી (61) ( રહે.વદેશીયા ગામ, ડી.પી. ફળિયું ) પોતાના ખેતરમાં કામ કરતા હતા તે વખતે તેમને જમણા પગે કોઈ ઝેરી સાપે ડંખ મારી જતા પ્રાથમિક સારવાર અરેઠ સરકારી દવાખાને કરાવી વધુ સારવાર માટે બારડોલી હોસ્પિટલ, બારડોલી ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા.જેમની સારવાર દરમ્યાન ફરજ પરના તબીબે મરણ જાહેર કર્યા હતા.

સ્થાનિક ગ્રામજનો સરકારી તંત્રને મનોમન સવાલો કરી રહ્યા છે, ક્યાં સુધી વધુ સારવાર અર્થે દર્દીઓને બારડોલી, સુરત ખસેડવામાં આવશે? કેમ, બારડોલી, સુરતની સેવાઓ ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળતી નથી? શું એક નાગરિકનો જીવ સાવ એટલો કિંમતી છે કે, એ વધુ સારવાર અર્થે ખસેડવાની પરિસ્થિતિમાં જીવ ગુમાવી દે? જોઈએ હવે, આ પ્રશ્નોનો નિરાકરણ ક્યારે અને કેવી રીતે આવશે!

Related Articles

Back to top button