નર્મદા
ગરુડેશ્વરના જંતર ગામમાં રસ્તાના અભાવે ફાયર બ્રિગેડ ન પહોંચતાં બે પરિવારોનું ઘર બળીને ખાખ
શું આ છે ગુજરાત મોડલ? એક તરફ સરકાર ઓલમ્પિકની તૈયારી કરી રહી છે; અને બીજું બાજુ તો જુઓ.. હાય..હાય

ગરુડેશ્વરના જંતર ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં બે ભાઈઓના પરિવારનું ઘર આગમાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે. જાંબલી ફળિયામાં રહેતા કનીશ ગુંજાભાઈ વસાવાના બે ગાળાના મકાનમાં સવારે ચૂલા પર દાળ ચઢાવ્યા બાદ આગ લાગવાની ઘટના બની હતી.
આગની જાણ થતાં જ સ્થાનિક લોકોએ પાણીનો છંટકાવ કરી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. કેવડિયા અગ્નિશામક દળને જાણ કરવામાં આવી, પરંતુ ગામ સુધી પહોંચતો 3 કિલોમીટરનો કાચો અને પહાડી માર્ગ હોવાથી ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે પહોંચી શક્યા નહીં.
આગમાં ઘરમાં રાખેલું અનાજ, કપડાં, વાસણ, કપાસ અને ખાસ કરીને ડીજે સિસ્ટમ સહિતનો લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો. સ્થાનિક તલાટી અને તંત્ર દ્વારા નુકસાનીનો પંચનામો કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




