
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે માંગરોળનાં કંટવાવનાં ખેડૂતને નજીવી બાબતે ઉશ્કેરાયેલા બે ઇસમોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો મામલો ઝંખવાવ પોલીસ મથકે પહોંચ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, માંગરોળનાં કંટવાવ ગામે રહેતા અને ખેતી કરતા નટુભાઇ નારણભાઇ ચૌધરી ઝંખવાવ ગામે મિત્ર સાથે બેઠા હતા. જે દરમિયાન નિલમ ચૌધરી અને મનિષ ચૌધરી ત્યાં આવી પહોંચી પૈસાની લેતી દેતી મામલે નટુભાઇ ઉપર ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. જોકે ત્યાર બાદ ખેડૂત નટુભાઇ દ્વારા સમગ્ર ઘટના અંગે ઝંખવાવ પોલીસ મથકે ફરિયાદ કરતા હાલ પોલીસે (1) નિલમ મહેશભાઇ ચૌધરી રહે. બોરીયા ગામ તા. માંગરોળ (2) મનિષ વાલજીભાઇ ચૌધરી રહે. વડ ગામ, તા.માંગરોળ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




