વેલદા ગ્રામ પંચાયતમાં કથિત પીએમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનાં સંદર્ભમાં તંત્ર દ્વારા કારણદર્શક નોટીસો છતાં બચાવવાનાં પ્રયાસો થતાં સોમવારથી ટીડીઓઓની જવાબદારી પર બે – મુદતી હડતાળનું અલ્ટીમેટ
વહીવટીતંત્રના હંમેશા ભ્રષ્ટાચારોને બચાવવાનાં પ્રયાસો,ફકત દેખાવા પુરતી કાર્યવાહી ? ભ્રષ્ટાચાર કરનારા કરતાં અરજદારોને સખત મેહનત તંત્રના પાપે

તાપી જિલ્લામાં ભ્રષ્ટાચાર બાબતે અવારનવાર સમાચારો પ્રગટ થતાં રહ્યાં છે.તે પૈકી નિઝર તાલુકાના વેલદા ગ્રામ પંચાયતમાં ઘણાં લાંબા સમયથી વિવિધ યોજનાઓમાં ભ્રષ્ટાચાર બાબતેની ખબરો મિડીયામાં આવતી રહી છે. કેમકે ભ્રષ્ટાચાર વારંવાર થવાનું મુખ્ય કારણ “ચોર કોટવાલને દંડે” વાર્તા સાથે સંબંધિત છે.
તેના સંદર્ભમાં વેલદા ગ્રામ પંચાયતમાં પ્રધાન મંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર બાબતે જાગૃત નાગરિકો દ્વારા રજુઆતો તત્રને વારંવાર લેખિત/ મૌખિક કરવામાં આવેલ છે.અને ભ્રષ્ટાચાર વેલદા ગ્રામ પંચાયતમાં થયાનાં અહેવાલો પ્રદર્શિત પણ થયાં છે. પરંતુ હજુ સુધી ભ્રષ્ટ અધિકારી અને પદાધિકારીઓ સામે પગલાં સુધી વહીવટીતંત્ર કેમ પહોંચતુ નથી.તેવો સનસનીખેજ સવાલ લોકોમાં ચર્ચાઓનો દોર ચાલી રહયો છે.કેમકે વહીવટીતંત્ર ફકત અરજદારોને પંપાળવા પુરતી કારણદર્શક નોટીસો બહાર પાડે છે.પણ એકશન લેતું નથી.તેમા વહીવટીતંત્ર ખુદ ભ્રષ્ટાચારમાં ઈનવોલ્ડ હશેની ગંધ લોકોના કાને અથડાય છે.
તે કારણ આખરે થાકી પાકીને જાગૃત વ્યક્તી મુકેશ પાડવી અને સંજય ધર્મા વળવી દ્વારા તા.૧૨/૦૭/૨૦૨૪ ના રોજ તાલુકા વિકાસ અધિકારી નિઝરને લેખિત રજુઆત કરવામાં આવી છે.તેમા જણાવવામાં આવ્યું છે.કે,વેલદા ગ્રામ પંચાયતમાં પ્રધાન મંત્રી આવાસ યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે કાર્યવાહી કરાવવા તાપી કલેકટર, જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કારણદર્શક નોટીસ ફટકારવામાં આવેલી અને નિઝર તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ વેલદા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયાં બાબતના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.પરંતુ વહીવટી તંત્રની આ પ્રવૃત્તિઓ નાટક હશે ? એવુ પુરવાર થાય છે.તે કારણે વહીવટીતંત્ર જ પાછલાં બારણે બચાવવાનાં પ્રયાસો થતાં જે પણ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી તાલુકા વિકાસ અધિકારી પર નાખી તા.૧૫/૦૭/૨૦૨૪ , સોમવારનાં રોજ તાલુકા પંચાયત કચેરી – નિઝર સામે જ્યાં સુધી કસુરવારો સામે પગલાં ન ભરાય ત્યાં સુધી બે – મુદતી હડતાલનું એલ્ટીમેટ આપવામાં આવેલ છે. તે પછી શું પરિણામ સામને આવે છે.તે આવનાર સમય પર નિર્ભર રહેશે.





