ઉમરપાડા

ઉમરપાડાના કદવીદાદરા ગામે 28 વર્ષીય અસ્થીર મગજની યુવતી પર બળાત્કાર કરનાર પોલીસ સકંજામાં

ઉમરપાડાના કદવીદાદરા ગામે 28 વર્ષીય અસ્થીર મગજની યુવતી પર ગામનાં જ 41 વર્ષીય નરાધમ ઇસમે બળાત્કાર ગુજારવાનાં મામલે ઉમરપાડા પોલીસ મથકે દુષ્કર્મનો ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરપાડા પોલીસની હદમાં આવેલ કદવીદાદરા ગામે રહેતી 28 વર્ષીય અસ્થીર મગજની યુવતી ઘરે એકલી હાજર હતી. જે દરમ્યાન ગામમાં રહેતા મુકેશ વસાવાને યુવતી ઘરમાં એકલી હોવાની જાણ થતા જેણે અસ્થીર મગજની યુવતીની એકલતાનો લાભ લઇ જેનાં મકાનમાં બળજબરી પૂર્વક શારીરીક સંબંધ બાંધી બળાત્કાર ગુજારી નરાધમ મુકેશ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જોકે ત્યારબાદ સમગ્ર બનાવ અંગે યુવતીએ પરીવારજનોને જાણ કરતા એક તબક્કે પરીવારજનો પણ નરાધમ મુકેશની કરતુતોથી ચોંકી ઉઠ્યા હતા.

હાલ પરીવાર દ્વારા સમગ્ર બનાવ અંગે ઉમરપાડા પોલીસ મથકે ફરીયાદ કરવામાં આવતા પોલીસે હવસખોર મુકેશ દેવસીંગ વસાવા ઉં.વ.41 રહે કદવીદાદરા ગામ તા.ઉમરપાડા વિરૂધ દુષ્કર્મનો ગુનો નોંધી જેની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી.

Related Articles

Back to top button