સોનગઢના શિવાજી નગરમાં મારામારી થતાં મામલો પોલીસ મથકમાં પોહચ્યો

સોનગઢના શિવાજી નગરમાં રહેતાં એક યુવકને તેના સગા કાકા એ રૂપિયાની લેતીદેતીમાં શરીરે લાકડીનાં સપાટા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ઘરમાં તોડફોડ કરતાં સોનગઢ પોલીસ મથકે આરોપી સામે ગુનો દાખલ થયો હતો.
આ અંગે મળેલી વિગત મુજબ ફરિયાદી પ્રકાશ સુરેશભાઈ પરમાર રહે.શિવાજીનગર, સોનગઢ મજૂરી કરી પરિવારનું પોષણ કરે છે.ગત રોજે બપોરના સમયે તેઓ બહારગામ ખાતે મસાલાનું વિતરણ કરી બપોરના સમયે પરત આવ્યાં હતાં.આ સમયે તેમનાં ઘર પાસે તેમનાં કાકા મુકેશ મોરારભાઈ પરમાર હાથમાં લાકડી લઈ ઉભા હતાં. તેમણે પ્રકાશને કહ્યું કે તારા પિતાએ આ ઘર વેચાતું લીધેલું ત્યારના મારા રૂ.50,000 લેવાના બાકી છે જે તારા પિતા આપતાં નથી અને ખોટા ખોટા વાયદા કરે છે. જેથી પ્રકાશભાઈએ કહ્યું કે મારા પિતા હાલ ઘરમાં નથી અને એ આવે પછી તમે વાત કરજો.
આ સાંભળી મુકેશ પરમાર એકદમ ઉશ્કેરાટ માં આવી ગયાં હતાં અને તેમણે ઘરમાં ઘૂસી દીવાલ પર લગાવેલું ટીવી હાથ થી તોડી નાખ્યું હતું. તેને અટકાવવાની કોશિશ પ્રકાશભાઈ એ કરતાં તેની પર લાકડી વડે હાથના ભાગે હુમલો કર્યો હતો.એ પછી આરોપી મુકેશ મોરાર પરમાર રહે.ગણેશ નગર સોનગઢ એ ફરિયાદીના ઘરમાં રહેલાં ફ્રીજ,ઘર વખરી અને સિમેન્ટના પતરાની પણ તોડફોડ કરી હતી. ત્યાર પછી જતી વખતે મુકેશ પરમારે ફરિયાદી પ્રકાશ ને ધમકી આપતાં કહ્યું કે આજે તો તું બચી ગયો છે પણ બીજી વખત તું મળશે તો તને જાનથી મારી નાખીશ અને ઘર ના સભ્યોના હાથ પગ તોડી નાખીશ. આમ ધમકી આપી આરોપી નાસી ગયાં બાદ ઘરમાં ગયેલાં પ્રકાશભાઈને તોડફોડ નજરે પડી હતી. તેમણે પોતાના સગા કાકા મુકેશ પરમાર સામે ઘરમાં તોડફોડ કરી નુકસાન કરવા અને ધમકી આપવા બદલ પોલીસ મથકે ફરિયાદ લખાવતાં પોલીસે ગુનો દાખલ કરી કાકાની શોધખોળ હાથ ધરી હતી.




