કારોબારગુનોતાપીરાજનીતિ

અન્યાયી જમીન માપણી અને ખેડૂતો પર પોલીસ અત્યાચાર: શું આ લોકશાહી કે સરમુખત્યારશાહી?

રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH753-B)ના વિસ્તારણ કાર્યને લઈને ગુજરાતના તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ચોખી આમલી, અકકલ ઉતારા અને બોરીકુવા ગામોમાં ખેડૂતો સાથે વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા જબરજસ્તી કરવામાં આવી રહી છે. અનુસૂચિત વિસ્તારના કાયદાઓ અને ગ્રામસભાના અધિકારોને અવગણીને, સરકારી અધિકારીઓએ પોલીસ બળ સાથે જમીન માપણી કરી, ખેડૂતોને ધમકાવ્યા અને એરેસ્ટ કર્યા. આ પ્રક્રિયામાં ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી-મંત્રીની ભૂમિકા પણ ખેડૂત-વિરોધી જોવા મળી.

ઘટના:

  • NH753-Bના 80.2 થી 97.82 કિ.મી.ના ભાગને 2/4 લેનમાં વિસ્તારવા માટે 14 નવેમ્બર 2024ના રોજ જાહેરનામું જારી કરવામાં આવ્યું.
  • ખેડૂતોએ 29 નવેમ્બર 2024ના રોજ પ્રાંત અધિકારીને તેમનો વિરોધ જાહેર કર્યો.
  • 7 ફેબ્રુઆરી 2025ના રોજ ગ્રામસભામાં પેસા કાયદો, 1996 અને ગુજરાત નિયમો, 2017 હેઠળ ઠરાવ પસાર કરી, સરકારને જણાવવામાં આવ્યો. પરંતુ, સરપંચ અને તલાટી-મંત્રીએ આ ઠરાવો સરકાર સુધી પહોંચાડ્યા નથી, જે ગુજરાત પંચાયત ધારા, 1993ની કલમ 57(1)નો ભંગ છે.

જબરજસ્તીની કાર્યવાહી:

  • 24 ફેબ્રુઆરી 2025ના રોજ જમીન માપણીનો પ્રયાસ ખેડૂતોના વિરોધને કારણે નિષ્ફળ ગયો.
  • 27 માર્ચ 2025ના રોજ પોલીસ બળ સાથે વહીવટીતંત્રે ફરી માપણી શરૂ કરી. 7 ખેડૂતો (કુષણભાઈ રાવજીભાઈ, સતુભાઈ નરસી, સુપડીબેન ભ્ર. સીગાભાઈ, રામાભાઈ દાવજીભાઈ, નિતેશભાઈ પુનીયા, હાંસીબેન ઉરશાભાઈ, સતુભાઈ નરસીભાઈ)ને એરેસ્ટ કરી, જમીન માપણી કરાવી.
  • એક પોલીસ અધિકારી વિજયભાઈએ ખેડૂત સોમાભાઈ પર હાથધસ્તી કરી અને તેમના મોબાઇલમાંથી વીડિયો પુરાવા ડિલીટ કરી નાખ્યા.

કાયદાકીય ઉલ્લંઘનો:

  1. અનુસૂચિત વિસ્તાર (PESA, 1996): આ વિસ્તારમાં ગ્રામસભાની સંમતિ વિના જમીન માપણી ગેરકાયદેસર છે.
  2. સંવિધાનનો અનુછેદ 244(1): આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સંમતિ ફરજીયાત છે.
  3. હાઈકોર્ટનો નિર્દેશ: કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આદિવાસી વિસ્તારોમાં સરકારી અધિકારીઓની મનાઈ છે.

સરપંચ અને તલાટી-મંત્રીની ભૂમિકા પર સવાલ:

ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી-મંત્રીએ ખેડૂતોના હિતોને દરકાર્યા વિના વહીવટીતંત્રની જબરજસ્તીને સહારો આપ્યો. ખેડૂતોનો આરોપ છે કે, “સરપંચની ભૂમિકા મીરજાફર જેવી છે.”

આગળની કાર્યવાહી:

ખેડૂતો હવે ન્યાય માટે કોર્ટનો દરવાજો ખખડાવવાની તૈયારીમાં છે. આ કેસ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર માટે એક મોટો સવાલ ઊભો કરે છે: “શું આ લોકશાહી છે કે સરમુખત્યારશાહી?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button