સાગબરાના મહુપાડાથી મોટા કાકડિઆંબા તરફનો રસ્તો બિસ્માર; સમારકામ કરવા લોક માંગ ઉઠી

સગબારા તાલુકાના મહુપાડાથી મોટા કાકડિઆંબા તરફનો રસ્તો બિસ્માર બનતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ ગામનો રસ્તા પર ઘણા સમયથી મોટા ખાડા પડી ગયા હતા. રસ્તો ઘણો ખરાબ થઈ ગયો હતો, જેથી ઘણી રજૂઆત મળતાં તંત્ર દ્વારા અહીંયાં રોડ મંજૂર કરવામાં આવ્યો છે. અહીંયાં મોટા કોરી વેસ્ટના મોટા મેટલ નાખવામાં આવ્યા છે. જેને કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો ઉઠી છે.
મોટા મેટલ નાખ્યા પછી તંત્ર દ્વારા તેના પર રોલર ફેરવીને પીચિંગ ન કરાતાં ત્યાં ખુબજ અવરજવરનાની તકલીફ લોકો ભોગવી રહ્યા છે. આ મોટા કાકડી આંબાની રોડ ન બનતાં આગળ આવતાં દસ, બાર ગામો હાલાકી ભોગવી રહ્યા છે. જેમાં મોટા કાકડી આંબા, દોધનવાડી, સોરતા, નાલ, ખોપી,જેવા અન્ય ગામો આવેલા છે.
વધુમાં આ રસ્તો સુરત જિલ્લાને જોડતો છે. ઉમરપાડા તાલુકાના ગામોને જોડતા રસ્તો ન બનાવતા ખેડૂત, વિદ્યાર્થી, નોકરિયાત વર્ગને ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. લોકોના નાના મોટા અકસ્માત પણ થયા છે.



