તાપી

કુકરમુંડાના તોરંદામાં લાખોના ખર્ચે બનાવવામાં આવેલ પાણીની સુવિધા દેખરેખમાં અભાવે બંધ

કુકરમુંડામાં સમાવેશ તોરંદા ગામના ભાથીજી મહારાજના મંદિર નજીક ઉપલું ફળિયામાં એ. ટી. વી. ટી. ગ્રાન્ટમાંથી વર્ષ 2018/19માં લાખોના ખર્ચે બોરવિથ સિન્ટેક્ષ ટાંકી, પાઇપ લાઈન સહીત નળ કનેકશન અને ટાંકી મુકવાનું સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે.પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિન્ટેક્ષ ટાંકી સહીત નળ કનેકશન, ટાંકી મુકવાનું સ્ટેન્ડ તૂટી ગયેલ છે.જેથી આ ફળિયામાં લાખોના ખર્ચે ઉભી કરાયેલ પાણીની સુવિધા જ બંધ હાલતમાં હોવાથી પાણીની સુવિધા શોભાના ગાંઠિયા સમાન છે. સરકાર દ્વારા તોરંદા ગામના લોકોઓને પીવાનું પાણી સહીત ઘર વપરાશનું પાણી સમયસર મળી રહે તે હેતુથી લાખો રૂપિયાના ખર્ચે એ.ટી.વી.ટી. ગ્રાન્ટમાંથી બોરવિથ સિન્ટેક્ષ ટાંકી, નળ કનેકશન, પાઇપ લાઈન, ટાંકી મુકવાનું સ્ટેન્ડ બનાવીને પાણીની સુવિધા ઉભી કરવામાં આવેલ છે. પરંતુ જે પાણીની સુવિધાનો પૂરતો લાભ ગામના લોકોને મળ્યો જ નથી. આશરે પાંચ થી છ વર્ષ પણ પૂર્ણ થયેલ નથી. અને આ ગામમાં લાખોના ખર્ચે બનાવેલ પાણીની સુવિધામાં સિન્ટેક્ષ ટાંકી સહીત ટાંકી મુકાવાનું સ્ટેન્ડ અને નળ કનેકશન સહીત પાઇપ લાઈન જ તૂટી ગયેલ છે. છેલ્લા કેટલાકે સમયથી બંધ પડેલી આ પાણીની સુવિધા ધૂળ ખાઈ રહી હોવા છતાં પણ ગ્રામ પંચાયતના જવાબદારો કે, તાલુકા પંચાયતના જવાબદારો કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યા છે. આ ગામના લોકોઓ માટે વર્ષ 2018/19 માં લાખોના ખર્ચે પાણીની સુવિધા ઉભી કરવામાં આવી છે. પરંતુ છેલ્લા ઘણા એવા સમયથી આ પાણીની સુવિધા તૂટેલી હાલતમાં હોવાના કારણે બંધ પડી છે. તેમ છતાં પણ જવાબદારો દ્વારા આ બંધ પડેલ પાણીની સુવિધાનું આજ દિન સુધી સમારકામ જ કરવામાં આવેલ નથી. જેથી આ ગામના લોકોઓને પાણીની સુવિધાના પૂરતો લાભ મળી રહ્યા નથી. ઉલ્લેખનીય એ છે. કે, તોરંદા ગામ સહીત કુકરમુંડા તાલુકામાં સમાવેશ અનેક ગામોઓમાં પણ એ.ટી.વી.ટી. ગ્રાન્ટમાંથી બનેલ પાણીની સુવિધામાં સિન્ટેક્ષટાંકી, નળ કનેકશન, પાઇપ લાઈન, ટાંકી મુકવાનું સ્ટેન્ડ તૂટેલી હાલતમાં હોવાના કારણે બંધ પડેલી નજરે પડી રહી છે.

Related Articles

Back to top button