
યુવાઓને ન્યાય અપાવવા જ્ઞાન સહાયક યોજના, કોન્ટ્રાકટ પ્રથા રદ કરાવવા માટે તથા ખાલી પડેલી જગ્યાઓ વહેલી તકે ભરતી કરવા માટે આમ આદમી પાર્ટી દ્રારા દાંડ થી સાબરમતી આશ્રમ સુધી યુવા અધિકાર યાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા રવિવારે મોવી પાસે નર્મદા જિલ્લામાં આવતાં યાત્રામાં ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિતના હાજર રહ્યાં હતાં.




