તાપી

કુકરમુંડા તાલુકાના જુના પીપલાસ ગામના બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન મળતા ઘરે રહેવા મજબુર બન્યા

નવા સત્રના 3 માસ પછીયે જૂના પીપલાસના‎10 વિદ્યાર્થી હજી શાળાએ જઇ નથી શક્યા

કુકરમુંડા તાલુકાનુ વિસ્થાપિત જુના પીપલાસ ગામના બાળવાટિકા અને શાળામાં અભ્યાસ કરતા 40 બાળકોમાંથી સત્ર શરૂ થયાને ત્રણ માસ વીતી જવા છતા હજું 10 વિદ્યાર્થીઓ શાળાના દાદર પણ ચઢી શક્યા નથી. કારણ ટ્રાન્સપોટેશનની સુવિધા બંધ કરતા ગરીબ પરિવારના વિધાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા છે.

ગામના ધોરણ 1થી8માં અભ્યાસ કરતા 36 વિદ્યાર્થીઓમાંથી બાલવાટીકામાં 4 મળીને કુલ ભણતા 40 જેટલાં વિધાર્થીઓ ગામથી સાડા પાંચ કી.મિં દૂર નવા પીપલાસ અને આશ્રવા ગામેની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા જવું પડે છે. પરંતુ દુઃખની વાત એ છે.કે, જુના પીપલાસ ગામના બાળકોને આ વર્ષે જૂન મહિનાથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નહી મળતા મોટા ભાગના બાળકો ઘરે રહેવા મજબુર બન્યા હોવાનું જણાવા મળ્યું હતું. અમુક જ વાલીઓ પોતાના બાળકોને મોટર સાઇકલ પર બેસાડીને મુકવા અને લેવા જતા હોય છે. જ્યારે અન્ય બાળકો પણ રેગ્યુલર શાળાએ જઈ શકતા નથી. આતો એક ગામની વાત છે, એવા તો કેટલા ગામ હશે ? જ્યાં બાળક શિક્ષણથી વંચિત થઈ રહયું હશે. ખુદ સરકારે જ સર્વે કરે તો, દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડશે. શાળાનું નવું સત્ર શરૂ થયું ત્રણ માસ વીતી જવા છતાં ગરીબ અને જરૂરિયાતમંદ વિસ્તારના બાળકોના ભવિષ્ય માટે ચિતા કરીને ટ્રાન્સપોર્ટશનનો પ્રશ્નનો હલ લાવવાની જરૂર છે.

ગામમાં શિક્ષણની સુવિધા નથી

અમારા ગામમાં પ્રાથમિક શાળા અને આંગણવાડી જ નથી. બાળકોએ સાડા પાંચ કિલોમીટરના અંતરે બીજા ગામ ભણવા જાય છે. આ વર્ષે બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નહી મળતા ગામના મોટા ભાગના બાળકો ઘરે જ રહેવા મજબુર બન્યા છે. રાયસીંગભાઈ પાડવી, આગેવાન જુના પીપલાસ ગામ

પહેલા અને ચોથામાં ભણતા મારાં બંને દીકરાને રોજ બાઇક પર બેસાડી સાડા પાંચ કિમી દુર આવેલી શાળાએ મુકવા અને લેવા જવું પડે છે. મારી પાસે બાઇક છે એટલે આ શક્ય છે. પરંતુ ગામના બીજા બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે, જેનું મને ખૂબ દુઃખ થાય છે. પિનુંભાઈ દિલીપભાઈ નાઈક, વાલી, જુના પીપલાસ

Related Articles

Back to top button